Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મોરબી જિલ્લામાં 'પ્રધાનમંત્રી ઉજ્જવલા' યોજના હેઠળ ૪૦,૧૩૩ ગેસ જોડાણો અપાયા

મોરબી તા.૨૪ : ધાનમંત્રીશ્રી દ્વારા ૧લી મે-૨૦૧૬ના રોજ બલીયા (ઉત્ત્।ર પ્રદેશ) ખાતેથી ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓના પ્રદૂષણ મુકત અને તંદુરસ્ત જીવન માટે  પ્રધાનમંત્રી ઉજજવલાઙ્ક યોજનાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે મોરબી જિલ્લામાં ફેઝ-૧ તથા ૨ અને પી.એન.જી. /એલ.પી.જી. સહાય યોજના અંતર્ગત તારીખ ૧૫ જુલાઇ  સુધીમાં ૪૫,૩૬૨ કે.વાય.સી ફોર્મ ભરવામાં આવ્યા છે. જે પૈકી ૪૦,૪૬૦ ગેસ જોડાણો મંજુર કરવામાં આવેલ છે. જયારે ૪૦,૧૩૩ ગેસ જોડાણો આપવામાં આવ્યા છે.

ઉજજવલા ફેઝ-૨માં અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ કેટેગરીના અંત્યોદય અન્નયોજના (એએવાય)તથા મોસ્ટ બેકવર્ડ કલાસીસ (એમબીસી) લાભાર્થીઓને ગેસ જોડાણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉજજવલાના લાભાર્થીઓને ગેસ જોડાણ મેળવવામાં ડિપોઝીટમાંથી મુકિત મળે છે. ડિપોઝીટની રકમ રૂપિયા ૧૬૦૦/- કેન્દ્ર સરકાર ભોગવે છે.

આ યોજના હેઠળ લાભાર્થીએ સીલીન્ડર રેગ્યુલેટર, સુરક્ષા પાઈપ, ઈન્સ્ટોલેશન ચાર્જ તથા કન્જયુમર બુકના મળી કુલ રૂપિયા ૧૬૦૦ ચુકવવાના રહેશે.

આ યોજના હેઠળ ગેસ જોડાણ મેળવવા ઈચ્છતા લાભાર્થીઓને જરૂરી ડોકયુમેન્ટ (કે.વાય.સી. ફોર્મ) સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધારકાર્ડની નકલ (પરીવારના ૧૮ વર્ષ ઉપરના તમામ સભ્યોની આધારકાર્ડની નકલ), ચૂંટણી કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, રેશનકાર્ડની નકલ  રજુ કરવા જિલ્લા પુરવઠા અધિકારી મોરબી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

(11:31 am IST)