Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મોરબી લાયન્સ અને લિયો કલબના હોદ્દેદારોના શપથગ્રહણ

મોરબી :  ઙ્ગલાયન્સ કલબ દ્વારા તાજેતરમાં લાયન્સ કલબ મોરબી સીટી, લાયન્સ કલબ નઝરબાગ અને લીઓ મોરબી નઝરબાગ રોયલના વર્ષ ૨૦૧૯-૨૦ ના વર્ષના હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો.ઙ્ગજેમાં લાયન્સ કલબ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ ડો. રવિન્દ્ર ભટ્ટ, સેક્રેટરી સમીર ગાંધી, ટ્રેઝરર ભાવેશ ચંદારાણા, કો ઓર્ડીનેટર તુષાર દફતરી અને કલબ એડમીનીસ્ટ્રેટર સંદીપ દફતરી તેમજ લાયન્સ કલબ મોરબી સીટીના પ્રેસિડેન્ટ રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી કેશવજીભાઇ દેત્રોજા, ટ્રેઝરર ત્રિભોવનભાઈ ફૂલતરિયા, કો ઓર્ડીનેટર અમૃતલાલ સુરાણી અને કલબ એડમિનીસ્ટ્રેટર ભીખાલાલ લોરિયા તેમજ લિયો મોરબી નઝરબાગ રોયલના પ્રેસિડેન્ટ ભૌતિક જોષી,ઙ્ગ સેક્રેટરી અભિષેક મણીયાર, ટ્રેઝરર કરન મઢવી, કો ઓર્ડીનેટર વિજય પરમાર અને કલબ એડમિનીસ્ટ્રેટર રાજુભાઈ ખંત શપથગ્રહણ કર્યા હતા.શપથગ્રહણ સમારોહમાં સંસ્થા અગ્રણી વસંત મોવલીયા અને ધીરજલાલ રંગપરીયા સહિતના સંસ્થા અગ્રણી તેમજ અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:27 am IST)