Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ઉપલેટામાં ડી. ડી. જવેલર્સનું ઉદ્ઘાટન

ઉપલેટા : જુની પેઢીના સોની દ્વારકાદાસ દેવકરણ નારણજી (ચિખલીયાવાળા) રજનીભાઇ ધોળકીયા પરિવારના નવનિર્મત સોના-ચાંદી ડાયમંડ ઠાકોરજીના આભુષણો સહિતની વિશાળ શ્રેણીના ડી. ડી. જવેલર્સના નવપ્રસ્થાન પ્રસંગે માધવભાઇ ધોળકીયા, દેવેનભાઇ ધોળકીયા, જીત ધોળકીયા, ધૈય ધોળકીયાને સૌરાષ્ટ્રની ખ્યાતનામ બાલકૃષ્ણ ગુણગાન કિર્તન મંડળીના પ્રમુખ સુરેશભાઇ માંડલીયા, કિશોરભાઇ ઝાલા, સંદિપભાઇ નથવાણી, જગદીશભાઇ રાઠોડ સહિતના સભ્યો દ્વારા ખેસ ઓઢાડી અદકેરૂ સન્માન કરવામાં આવેલ હતું. આ સમારોહમાં પોરબંદર પુષ્ટિ સંપ્રદાયના યુવા વૈષ્ણવાચાર્ય શ્રી જયવલ્લભલાલજી, રામોદ ગીરીરાજજી હવેલીના પૂ. દાદાજી, સહત રાજકીય સામાજીક સેવાકીય અને ધાર્મિક સંસ્થાના આગેવાનો વેપારીઓ ઉદ્યોગપતિઓ ડોકટરો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહી તેમને શુભેચ્છા આપેલ હતી અને આ ઉદઘાટન પ્રસંગે આઠ દિવસ સુવર્ણોત્સ્વમાં મોટી સંખ્યાના લોકોએ ભાગ લીધેલ હતો. (અહેવાલ :- જગદીશ રાઠોડ, તસ્વીર : ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:24 am IST)