Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ઉપલેટાની ધામી શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન

ઉપલેટા તા ૨૪  :  શ્રી રમણીકભાઇ ધામી શૈક્ષણિક સંકુલ સંચાલિત વલ્લભ કન્યા વિદ્યાલય, સરદાર પટેલ પ્રાયમરી સ્કુલ તથા હાયર સેકેન્ડરી, શ્રી વલ્લભ વિદ્યાલય અને કોમર્સ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ બહેનોના ઘડતર સંસ્કાર અને શિસ્તની સાથે સાંસ્કૃતિક બાબતોનો વિકાસ થાય, અભ્યાસ લઇ બાળકોમાં સર્વાગી જ્ઞાન મળી રહે તેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. રમણીકભાઇ ધામી શૈક્ષણીક સંકુલની શાળાઓના વિદ્યાર્થીભાઇઓ બહેનો દ્વારા વાર્ષિકોત્સવ કલરવ ૨૦૧૯ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગીત સંગીત, નૃત્ય, દાંડીયા રાસ, એકપાત્રીય અભિનય, વકતૃત્વ સહીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામા બાળકોએ ભાગ લીધેલ હતો , તે બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ શાળાના હોલમાં યોજાયેલ હતો.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને છગનભાઇ સોજીત્રા, ટ્રસ્ટી વલ્લભભાઇ સોજીત્રા, રવજીભાઇ સખીયા, ડાયાભાઇ ગજેરા, હરીભાઇ ઠુંમર સહીતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન કેમ્પ ડાયરેકટર ટી.જી. કુંભાણી દ્વારા કરવામાં આવેલ અને આભારવિધી ગીતાંજલી પાનસોરાએ કરેલ હતી. કાર્યક્રમને  સફળ બનાવવા માટે સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:23 am IST)