Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રગતીયા બાપાના મંદિરથી વંથલી નેશનલ હાઇવે સુધી ૧.૩૦ કી.મી. લંબાઇ વાળો રસ્તો સી.સી. રોડ રૂ ૯૭.૫૦ લાખના ખર્ચે બનાવાશે

જુનાગઢ જીલ્લાના માણાવદર વિધાનસભા મતવિસ્તારના વંથલી તાલુકાનો નોન પ્લાન રસ્તો એમ.એમ.જી.એસ.વાય હેઠળ મંજુર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યકત કરતા જવાહરભાઇ ચાવડા

જુનાગઢ તા ૨૪  : પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ યાદીમાં જણાવેલ છે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લા પંચાયત હસ્તકનો જુનાગઢ જીલ્લાના માણાવદર વિધાનસભા મતવિસ્તારનાં વંથલી તાલુકાના નોન પ્લાન રસ્તો અ ેમ.એમ.જી.એસ. વાય યોજના હેઠળ જોબ નંબર ફાળવી મંજુરી મળેલ છે.

વધુમાં જણાવેલ હતું કે, વંથલી તાલુકાના રગતળીયા બાપાના મંદિરથી વંથલી નેશનલ હાઇવે સુધીનો ૧.૩૦ કી.મી. લંબાઇવાળો રસ્તો રૂ.૯૭.૫૦ લાખના ખર્ચે, સી.સી. રોડ બનાવવામાં આવશે. જેને માર્ગ અને મકાન મંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજરોજ મંજુર કરેલ છે. આ માટે માણાવદર, વંથલી તેમજ જુનાગઢ સ્થાનીક જનતામાં અને કાર્યકર્તાઓએ હર્ષની લાગણી વ્યકત કરી છે.

અંતમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ વિધાનસભા મતવિસ્તારના જનતા વતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો આભાર માનેલ છે.

(1:13 pm IST)