Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરબી પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા તળે જેલ ધકેલ્યો.: વડોદરા મધ્સ્થ જેલ હવાલે કરાયો

મોરબી એલસીબી ટીમે હરિયાણાના એક શખ્સને ડીટેઈન કરી વિદેશી દારૂના ગુન્હામાં પાસા હેઠળ વડોદરા મધ્સ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી હેઠળ જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવામાં પી એસ આઈ એન બી ડાભીને સુચના મળતા આરોપી રધુવીરસિંહ રામેશ્વરલાલ કસવા (ઉ.૩૦) (રહે ગુસાઈઆના હરિયાણા) ને ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ હોય જેથી તેને ડીટેઈન કરી વડોદરા મધ્સ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે

(10:38 pm IST)