Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જામનગર સરકારી કોવીડ હોસ્પિટલમાં યૌન શોષણ કેસમાં બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર

આરોપીઓના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા

જામનગર : જામનગર સરકારી કોવિડ હોસ્પિટલના યૌન શોષણ કેસના આરોપીઓના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા જેને પગલે કોર્ટે બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
  જામનગરની જીજી હોસ્પિટલમાં એટેનડેન્ટ તરીકે ફરજ બજાવતી યુવતીઓ સાથેના જાતીય સતામણી પ્રકરણ રાજ્યભરમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે. આ મામલે તાપસ કમિટી દ્વારા ઉચ્ચકક્ષાએ કરેલા નિવેદનો સહિતના રિપોર્ટ બાદ ઉપરથી આદેશ થતા એક સપ્તાહ બાદ અંતે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના એજન્સીના એચ આર મેનેજર લોમેશ પ્રજાપતિ અને સુપરવાઇઝર અકબરઅલી પઠાણ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે બંનેની અટકાયત કરી હતી અને કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા રિમાન્ડની માંગ સાથે આજે બને કાસુરવારોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડની માંગને પગલે કોર્ટે બને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ અંગે મંજૂરીની મહોર લગાવી હોવાનું સામે આવ્યું છે.

(7:48 pm IST)