Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સેવાકીય કાર્યો સાથે મુન્દ્રામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના જન્મદિવસની ઉજવણી : કર્મભૂમિ મુન્દ્રા મધ્યે જનસેવા સંસ્થા દ્વારા કરાતા વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં અદાણી ગ્રુપનો ઉદાર સહયોગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::અદાણી ગ્રુપ ના ચેરમેન શ્રી ગૌતમ ભાઈ અદાણી નું આજે જન્મદિન છે અને આજે તેમના જન્મદિન પ્રસંગે મુન્દ્રા ની જનસેવા સંસ્થા દ્વારા ગરીબ બાળકો ને મનભાવતું  ભોજન પીરસવા માં આવ્યું હતું અને હાલ ની વિકટ પરિસ્થિતિ માં શહેર ના જરૂરતમંદ પરિવારો ને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

 આજ થી ૫ વર્ષ પહેલા શ્રી ગૌતમ ભાઈ અદાણી  ના જન્મદિન પ્રસંગે  અદાણી ગ્રુપ ના એકઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ  પાસે વિનંતી કરતા તેમના સહયોગ થી  જનસેવા સંસ્થાને સેવાકીય વાહન મીની ટેમ્પો પ્રાપ્ત થયો હતો.

તેમજ કોરોના ની વિકટ પરિસ્થિતિ માં પ્રથમ તબક્કા ના લોકડાઉન માં ભૂખ્યાને ભોજન આપવા માટે તેમજ જરૂરત મંદ લોકો ને રાશનકીટોના વિતરણ માટે જનસેવા સંસ્થાને અદાણી ગ્રુપ નો ખુબ જ ઉમદા સહયોગ મળ્યો હતો. અદાણી ગ્રુપ ના એકઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહ ના જન્મદિન પ્રસંગે ગરીબ વસાહત ના ભૂલકા ઓ માટે શિક્ષણ વર્ગ નો પ્રારંભ કરાયો હતો. જોકે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિ માં અત્યારે શિક્ષણના વર્ગ હાલ બંધ છે.

તો, ચોમાસા ની સીઝન માં શહેર ની આજુબાજુ ખુલ્લા ઝૂપડા માં રહેતાં શ્રમજીવીઓ માટે અદાણી ગ્રુપ દ્વારા જનસેવા સંસ્થાના માધ્યમ થી તાલપત્રી નું વિતરણ કરવામાં આવે છે. જનસેવા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ માં અદાણી ગ્રુપ નો ઉદાર સહયોગ રહ્યો છે. આજે અદાણી ગ્રુપ ના ચેરમેન શ્રી ગૌતમ ભાઈ અદાણીના જન્મદિન પ્રસંગે અદાણી ગ્રુપ ના જયદીપ ભાઈ શાહ, રમેશભાઈ આયડી અને કરસનભાઈ ગઢવી મુન્દ્રાની ગરીબ વસાહતોમાં પહોંચ્યા હતા અને બાળકોને ભોજન પીરસ્યુ હતું.

જનસેવા સંસ્થાના રાજ સંઘવી, અસલમ માંજોઠી, ભીમજી જોગી, દેવજી જોગીએ જહેમત ઉઠાવી હતી.

(7:11 pm IST)