Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પોરબંદર રાણાવાવ અને કુતિયાણામાં સવારે છૂટાંછવાયા જોરદાર ઝાપટા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૪ :. આજે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણામાં છુટાછવાયા જોરદાર ઝાપટા તેમજ ખંભાળા જળાશય વિસ્તારમાં હળવુ ઝાપટુ વરસી ગયુ હતું.

પોરબંદર રાણાવાવ કુતિયાણામાં સવારે ૬ થી ૮ દરમિયાન વરસાદના જોરદાર ઝાપટા વરસી ગયા હતા. ખંભાળા જળાશય વિસ્તારમાં પણ સવારે હળવું ઝાપટુ વરસી ગયુ હતું. દરીયામાં દૂરના ભાગે આંધી છવાય છે. દરીયામાં પવનનું જોર છે.

જિલ્લા કંટ્રોલ મુજબ નોંધાયેલ વરસાદ પોરબંદર ૩ મી.મી. ( ૩૯ મી.મી.), રાણાવાવ ૩ મી.મી. (૧૬ મી.મી.), કુતિયાણા ૨ મી.મી. (૨૬ મી.મી.), એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૩.૮ મી.મી. (૪૨.૬ મી.મી.).

(1:24 pm IST)