Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ખંભાળીયાના ગુરગઢ ગામે દોઢ લાખનો દારૂ ઝડપાયોઃ આરોપી છૂ

ખંભાળીયા, તા., ૨૪: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોષીએ દારૂ-જુગારની ડ્રાઇવમાં અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલસીબીના પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાની રાહબારી હેઠળ પો.સ.ઇ. એસ.વી.ગળચર એલસીબી સ્ટાફ સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરતા હતા.

દરમ્યાન એએસઆઇ દેવશીભાઇ ગોજીયા, ભરતભાઇ ચાવડા તથા હેડ કોન્સ. અરજણભાઇ મારૂ નાઓને હકીકત આધારે નગાભાઇ સુમાતભાઇ ગોરીયા આહીર રહે. રણજીતપુર તા.કલ્યાણપુર વાળાએ તેના કબ્જા ભોગવટાના સુરગઢ ગામે જુનવાણી જેવી હાલતના મકાનમાં રેઇડ કરી દારૂની બોટલો નંગ ૩પ૯ કી. રૂ. ૧,૪૩,૬૦૦ના મુદામાલ પકડી પાડી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારનાર નગાભાઇ સુમાતભાઇ ગોરીયા આહીર રહે. હાલ રણજીતપુર ગામ તા. કલ્યાણપુરને પકડવા ચક્રો ગતીમાન કરેલ છે.

આ કાર્યવાહીમાં એલસીબી પો.ઇન્સ. જે.એમ.ચાવડા નાઓની સુચના મુજબ પો.સ.ઇ. એસ.વી.ગળચર, એ.એસ.આઇ. દેવશીભાઇ ગોજીયા, ભરતભાઇ ચાવડા, વિપુલભાઇ ડાંગર, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, નરશીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ. મસરીભાઇ આહીર, બોધાભાઇ કેશરીયા, લાખાભાઇ પીંડારીયા, જીતુભાઇ હુણ, અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, જેસલસીંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.

(11:52 am IST)