Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરબી જિલ્લામાં ૨૨૭ના ટેસ્ટ કરાયા એક પણ પોઝીટીવ નહીં

એકિટવ કેસ માત્ર ૬ : આજે પણ કોરોનાના ઝીરો કેસ : કુલ ૬૪૯૩ કેસમાંથી ૬૧૪૬ સાજા થયા : કુલ ૩૪૧ના મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૪: ગઇકાલે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ ૨૨૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી એક પણ વ્યકિતના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ શૂન્ય છે.

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એકિટવ કેસ ૬ છે. કુલ ડિસ્ચાર્જ કેસ ૬૧૪૬, મૃત્યુઆંક ૮૭ (કોરોનાના કારણે) ૨૫૪ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્ય ૩૪૧, કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ ૬૪૯૩, અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા ૩૦૦૪૯૭ છે.

(11:47 am IST)