Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભાણવડમાં કપુરડી નેશ વિસ્તારમાંથી જામગરી બંદુક સાથે ધરપકડ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪: દેવભુમી દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તે હેતુથી જે. એમ. ચાવડા, પોલીસ ઇન્સપેકટર તથા એ. ડી. પરમાર, પોલીસ સબ ઇન્સપેકટર, એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાનાઓની જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી એસ.ઓ.જી. લગત કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા.

એસ.ઓ.જી. પોલીસ હેડ કોન્સ. ઇરફાનભાઇ એ. ખીરા, પોલીસ કોન્સ. નીલેષભાઇ એચ. કારેણા તથા ડ્રા. પોલીસ હેડ કોન્સ. કિશોરભાઇ ડાંગર વિગેરે સ્ટાફના માણસો ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દુલાભાઇ રામાભાઇ પોપટભાઇ પરમાર જાતે હિન્દુ ડફેર ઉ.વ. ૩૦ ધંધો મજૂરી રહે. મુળ કેશોદ ગામે, જુની પંચાયત ઓફિસની બાજુમાં, તા. જામખંભાળીયા હાલ રહે. પરવળા ગામની સીમ એરિયામાં તા. જામ જોધપુરવાળાના કબ્જામાંથી કોલઇ સક્ષમ અધિકારીનો પાસ, પરવાનો કે આધાર વિના દેશી હાથ બનાવટ ઉપરથી ભરવાની જામગરી બંદૂક અગ્નિશસ્ત્ર કિ. રૂ. રપ૦૦/- સાથે પકડી પાડેલ છે. ઉપરોકત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ. ડી. પરમાર તથા એ.એસ.આઇ. હરદેવસિંહ જી. જાડેજા, પોલીસ હેડ કોન્સ. ઇરફાનભાઇ ખીરા, કિશોરભાઇ ડાંગર, નિલેશભાઇ કારેણા, આ.સો.ડ્રા. હરદિપસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

(11:45 am IST)