Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભાવનગરમાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૪ કેસ : જિલ્લામાં ૪૫ દર્દી સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪ :  ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૪ શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લામાં કુલ ૪૫ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

જિલ્લામાં કુલ ૪૫ કેસ નોંધાયેલા પૈકી ૪૦ કન્ફર્મ કેસ, ૪ સસ્પેકટેડ કેસ અને ૧ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જયારે આજદિન સુધીમાં ૨૪ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

(11:42 am IST)