Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભાવનગરમાં ૨ કોરોના પોઝિટિવ કેસઃ ૪ દર્દીઓ કોરોનામુકત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૪: ભાવનગર જિલ્લામાં ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૯૪ થવા પામી છે. જેમા ભાવનગર શહેરમાં ૨ પુરૂષ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૯૪ કેસ પૈકી હાલ ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૫ દર્દીઓનું અવસાન થયેલ છે.

(11:41 am IST)