Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

૧૦૮ ખંભાળીયાની પ્રશંસનીય કામગીરી : અધૂરા માસે જન્મેલ બાળકને કૃત્રિમ શ્વાસ આપી હૃદય ચાલુ કરાવ્યું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૪ : ખંભાળીયા તાલુકાના મોટા આંબલા ગામના રહેવાસી ફીરોઝાબેન અકબર ભાઇ હલાણીને ડિલિવરીનો દુખાવો થતા સગા દ્વારા ૧૦૮માં ફોન કર્યો હતો. જાખર ગામનાપાટિયા નજીક ફરજ પર ના હાજર ૧૦૮ ના ઇએમટી મનિષ પરમાર તથા પાયલોટ મિલન કેસવાલાસ્થળ પર પહોંચવા માટે રવાના થયાં અને પછી સ્થળ પર એમ્બ્યુલન્સ પહોંચી દર્દીન ીતપાસ કરતા મહિલાને અઘુરા મહિને પ્રસુતિની પીડા વધી જતા ડીલેવરી દર્દીના ઘરે પર જ કરાવવી પડે એમ હોવાથી ડિલેવરી કરાવી અને બાળકના ગળામાં ગર્ભ નાળ વીંટાયેલ હોય તેથી બાળક સિરિયસ હોય હૃદયના ધબકારા ઓછા થઇ ગયેલ અને હૃદય પણ ઠંડુ પડી ગયેલ જણાતા સમય બગાડ્યા વિના સીપીઆર ચાલુ કર્યા અને કૃત્રિમ શ્વાસ આપ્યા બાદ બાળકે શ્વાસ લીધો હતો અને ફરીથી હૃદયના ધબકારા ચાલુ થયા હતા અને બાળકને પુનર્જીવન આપ્યું હતું.

બાળક અને માતાને જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા ત્યાં માતા અને બાળકને દાખલ કરેલ છે. માતા અને બાળકની તબિયતમાં સુધારો જોવા મળેલ. સ્ટાફની કામગીરીને પ્રોગ્રામ મેનેજર બિપીન ભેટારીયા સર અને ઈએમઈ દિપકભાઇ દ્વારા બિરદાવવામાં આવી હતી.

(11:37 am IST)