Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

હાલારમાં ૧૦ પતાપ્રેમી ઝડપાયા

જામનગર, તા.૨૪: સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ ભીખાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ખંભાળીયા નાકા બહાર, બજરંગ હોટલ પાસે, પ્રવિણભાઈ ગોરધનભાઈ કનખરા, જીતેન્દ્ર નરેન્દ્રભાઈ નાખવા, નોટોના નંબર ઉપર એકી–બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ.૧,૬ર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યશદિપસિંહ બાપાલાલસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હનુમાન ટેકરી, કોળીનો દંગો પાસે, આશાપુરા સોસાયટીના ખુણે દિવાલ પાસે આરોપી ચંદ્રીકાબેન વિપુલભાઈ ઝીંઝુવાડીયા, ભાવનાબા મનહરસિંહ જાડેજા, શારદાબેન રમેશભાઈ દેગામા, મજુબેન જેન્તીભાઈ પરેસા, સાગરભાઈ કાનાભાઈ ઝરમરીયા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,૧૮૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભરતસિંહ દિગુભા ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, કાનાલુસ ગામ પુલથી આવળમાના લતાની બાજુમાં બાવળીયા નીચે,  હીરાભાઈ ગોવિંદભાઈ પરમાર, માણસુરભાઈ બલુભાઈ સુમેત, મેઘાભાઈ જીવાભાઈ ચાવડા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.પ,૭૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(11:33 am IST)