Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કેશોદમાં ઓઇલ મીલમાં માલીક પર છરીથી જીવલેણ હુમલો બે ઝડપાયા

(કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા.૨૪:  કેશોદનાં ગંગનાથ પરા વિસ્તારમાં સીંગદાણા ઓઇલ મીલ માલીક પર સીંગદાણા ખાલી કરવા બાબતે રકઝક થતાં ટ્રક ડ્રાઈવર અને એક શખ્શે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો પોલીસે બંન્ને શખ્શોની અટકાયત કરી કોરોના રિપોર્ટ કરવાં કાર્યવાહી હાથ ધરી હતી.

અજાબ રોડ પર આવેલ કામનાથ ઓઇલ મીલમાં જીજે ૦૧ જેટી ૧૬૨૮ નંબરના ટ્રક સીંગદાણા ખાલી કરી રહયો હતો દરમિયાન મીલ માલીક ભરતભાઈ રામજીભાઈ ગોંડલીયા ટ્રક ડ્રાઈવર વચ્ચે સીંગદાણાની ૮ બોરી પલળી ગઈ હોવાથી તેના પૈસા ભાડામાંથી બાદ કરવાનું જણાવ્યુ હતું આથી ગુસ્સે ભરાયેલા ટ્રક ડ્રાઈવર અને એક શખ્શે સાથે મળી ભરતભાઈને ઢીકાપાટુનો મારમારી છાતીના ઉપરના ભાગે તથા પેટના ભાગે છરીના બે ઘા કરી ફરાર થઇ ગયા હતા ધટના સમયે હાજર ભરતભાઈનાં પિતાએ તેના બે પુત્રોને બોલાવી ઇજાગ્રસ્તને પહેલાં ખાનગી હોસ્પીટલમાં બાદમાં સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં જયાં વધુ સારવારની જરૂર પડતાં રાજકોટ રિફર કરાયા હતા પોલીસે ઇજાગ્રસ્તના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસે મોવાણા ગામનાં શાબિર હુસેન દલ અને વંથલીના ધાંચીવાળા વિસ્તારમાં રહેતા રીઝવાન રજાકભાઇ અમરેલિયાની અટકાયત કરી કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

(10:47 am IST)