Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ૧૧ કિલો ફૂલોનો શ્રૃંગાર :

વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે 'પૂનમ'ના ગુરૂવાર ના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને 'જૂઈના ફૂલના સરસ વાંધા' પહેરાવેલ છે અને રજનીગંધાના ફૂલનો અનોખો શણગાર નિજ મંદિરમાં કરવામાં આવેલ છે તેમજ સવારે ૫:૩૦ કલાકે 'મંગળા આરતી' સ્વામીશ્રી ડી.કે.સ્વામીજીએ ઉતારેલ હતી તેમજ સવારે સાત કલાકે 'શણગાર આરતી' સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીએ ઉતારેલ હતી. આજે પૂનમ હોય દાદા ને વિશેષ અનોખો શણગાર કરવામાં આવેલ છે તેમજ પૂનમ હોવાથી દૂર દૂરથી દાદાના ભકતજનો સાળંગપુરધામ ગઈકાલે સાંજે જ઼ પહોંચી ગયા હતા અને સૌ હરી ભકતજનોએ સવારે મંગળા આરતી, શણગાર આરતીના દર્શનનો અમૂલ્ય લ્હાવો આજે લીધો હતો વિશાળ સંખ્યામાં દાદાના ભકતજનો આજે દર્શનાથે પધારેલા છે દાદા ના દર્શન કરીને તન , મન ને શાંતિ મેળવી ધન્યતા અનુભવી રહયા છે જયાં ધજા ફરકે સત ધર્મની એવા સાળગપુરધામમાં સૌ હરી ભકતજનો દાદા નો 'મહા પ્રસાદ' લ્યે છે અને દર શનિવારે, મંગળવાર, અને પૂનમના દૂર દૂરથી ભાવિકો દર્શનાથે પધારે છે.

(10:46 am IST)