Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ૧૦.૭૧ કરોડના રસ્તાના કામ મંજૂર

જશાભાઇ બારડ અને આગેવાનોની નિતીનભાઇ પટેલને સફળ રજૂઆત

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા. ૨૪ : રાજયનાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલના જન્મ દિવસે પૂર્વ કેબિનેટ મંત્રી અને વેરાવળ સોમનાથના પૂર્વ ધારાસભ્ય જશાભાઈ બારડ તેઓને શુભેચ્છા આપવા માટે જતાં નિતીનભાઈ પટેલ તરફથી વેરાવળ તાલુકા અને ગીર સોમનાથ જીલ્લાના વિકાસ માટે રૂ.૧૦.૭૧ કરોડનાં કાચાથી ડામર અને વાઈડીંગ રસ્તાઓ મંજરી આપી આ રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરી જોબનંબર ફાળવવામાં આવેલ અને વહેલી તકે આગળની કાર્યવાહી શરૂ થશે.

આ રસ્તાઓનો લાભ વેરાવળ તાલુકાના ગુણવંત,ઉમરાળા થી હસનાવદર વડોદરા ડોડીયા ગામથી સિમાર ગામને જોડતો રસ્તો ઈન્દ્રોય ગામથી ઠુકરાશ ગામ, સોનારીયાથી નાવદ્રા, ઈશ્વરીયા ગામથી ઈન્દોય, ઉકળીયાથી વેરાવળ રામપરાથી ભેટાળી, ભેટાળીથી લંભા, અને આજોઠાથી મેઘપુર સુધી વગેરે ગામડાઓને આ લાભ મળશે. આ કામ માટે જુનાગઢ ગીર સોમનાથનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર અને જશાભાઈ બારડે જહેમત ઉઠાવી આ વિસ્તારનાં લોકોને રોડ રસ્તાઓની સુવિધાઓ પુરી પાડેલ જેથી આ વિસ્તારનાં લોકોમાં ખુશીની લાગણી ફેલાયેલ છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત વિકાસનાં થતાં કામોની પ્રશંસા કરી હતી. અને જીલ્લાના તમામ આગેવાનોનો આભાર વ્યકત લોકો દ્વારા કરવામાં આવેલ છે. આ તકે સોમનાથ પૂર્વ ધારાસભ્ય જશાભાઈ બારડે કહેલું કે ભારતીય જનતા પાટી સામાન્ય માણસની ચિંતા કરે છે અને અવિરત વિકાસ વહેતો રાખે છે.

(10:41 am IST)