Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદ કરેલ ચણાનો જથ્થો વરસાદમાં પલળી ગયો: ૫૦ કિલો ભરેલ ૪૦૦૦ ગુણી વરસાદમાં પલળી જતા મોટું નુકશાન

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવતી હોય જે ચણાની ખરીદી કરેલ ૪૦૦૦ ગુણી કરતા વધુ ચણાનો માલ વરસાદમાં પલળી ગયો છે તો બનાવ અંગે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કોન્ટ્રાકટરને નોટીસ આપવામાં આવી છે

મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના ખેડૂતો માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે જે ચણાની ખરીદી બાદ ૫૦ કિલોના પેકિંગમાં ગુણી તૈયાર કરીને ગોડાઉન પહોંચાડવાના હોય છે જોકે ચોમાસાની ઋતુમાં પણ ચણા સમયસર ગોડાઉનમાં ના પહોંચાડીને બેદરકારી દાખવવામાં આવી હોય જેથી ખુલ્લા શેડમાં પડેલા ચણા પલળી ગયા છે યાર્ડના ખુલ્લા શેડમાં પડેલા ૨૦૦૦ થી ૨૫૦૦ ગુણી ચણા પલળી જતા ખરાબ થઇ ગયા છે અને કોન્ટ્રાકટરની બેદરકારીથી કરોડોની કિમતનો માલ પલળી ગયો છે ગોડાઉનમાં મોકલવામાં આવેલા ચણાં પણ પલળી ગયા હોવાનું જણાતા અંદાજે ૧૫૦૦ થી ૨૦૦૦ કટ્ટા ચણા પરત યાર્ડમાં આવ્યા છે જે મામલે ખરીદ વેચાણ અધિકારી હિતેશ રાવત જણાવે છે કે ૧૦૨૦ રૂના ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે અને ખુલ્લી જગ્યામાં રહેલ ૨૦૦૦ થી ૨૫૦૦ કટા ચણાના પલળી જતા નુકશાન થવા પામ્યું છે જે માલ ગોડાઉનમાં પહોંચાડવાની જવાબદારી કોન્ટ્રાકટરની હોય છે તેમ જણાવ્યું હતું તો જીલ્લા પુરવઠા અધિકારીએ કોન્ટ્રાકટરને બેદરકારી દાખવવા બદલ નોટીસ આપી હોવાનું જણાવ્યું હતું

(12:53 am IST)