Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરબીના લાતીપ્લોટમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી આઠ ઇસમોએ હુમલો કર્યો

આઠ જેટલા શખ્સોએ છરી અને ચોકડા વડે માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ગત રાત્રીના થયેલ ઝઘડામાં સાથે રહેલ યુવાન પર ખાર રાખીને આઠ જેટલા શખ્સોએ  છરી અને ચોકડા વડે માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબીના પંચાસર ચોકડી પાસે મહાવીરનગરના રહેવાસી જયેશભાઈ મોતીભાઈ નકુમ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી તુલસી શંખેશરીયા સાથે ગત રાત્રીના થયેલ ઝઘડામાં જયેશભાઈ નકુમ સાથે હોવાનો ખાર રાખીને આરોપી તુલસી હસમુખ શંખેસરીયા, અભય હસમુખ શંખેસરીયા રહે મોરબી પંચાસર રોડ અને છ અજાણ્યા ઇસમોએ લાકડાના ધોકા અને છરી વડે જયેશ નકુમને માર મારી ઈજા કરી તેમજ દિલીપભાઈને ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે મારામારીના બનાવ અંગે છ અજાણ્યા સહીત આઠ ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(12:51 am IST)