Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

જૂનાગઢમાં ૧ ઈંચઃ વંથલીમાં ઝાપટાઃ ગોંડલમાં કાળાડિબાંગ વાદળા

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવારથી મિશ્ર વાતાવરણનો માહોલ શરૃ થયો છે. આવા વાતાવરણ વચ્ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે. આજે જૂનાગઢમાં બપોરે ૧ કલાકમાં ૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીએ જણાવ્યુ છે કે આજે બપોરે ૨ થી ૪ દરમિયાન જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ ઈંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે વંથલીમાં હળવા ઝાપટા વરસ્યા છે.

આજે સાંજે ૪ વાગ્યા આસપાસ ગોંડલમાં પણ કાળાડિબાંગ વાદળા છવાઈ ગયા છે અને વરસાદ તૂટી પડે તેવો માહોલ સર્જાયો છે.

રાજકોટ શહેરમાં ધૂપ-છાંવવાળુ વાતાવરણ છવાયુ છે.

(4:31 pm IST)