Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં આ જર્જરીત મકાન કોઇનો ભોગ લેવાની તૈયારી સાથે ઉભુ છે

મકાન માલિક તો લાપરવાહ થઇ શકે ત્યારે શંુ તંત્રની પ્રજાની સુખાકારી કોઇ જવાબદારી નથી?

વઢવાણ તા. ર૩ :.. સુરેન્દ્રનગર જિલ્લા અને સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં ર૦૦૧ ના વિનાશકારી ભુકંપ આવ્યો અનેક મકાનો-લટકતા ભયજનક બન્યા હતા ત્યારે ૧૮ વર્ષ બાદ પણ આવી અનેક ઇમારતો આજે પણ લોકોની જિંદગી  છીનવાય તેની રાહમાં ઉભેલી જોવા મળી રહી છે.

શહેરના પતરાવાળી ચોકમાં ઉપરની ઇમારત ભયજનક બનીને લટકતી હાલતમાં ઉભેલી જોવા મળી રહી છે. ત્યારે આ લટકતી ઇમારત નીચે અંદાજીત ૧૦ જેટલી દુકાનો જુદા જુદા વ્યવસાયમાં જોડાયેલી પણ રહેલી છે.

ત્યારે જાણી જોઇને લોકોના માથે આ મોતનો માચડા સમાન ઇમારત જોતા જ લાગી રહી છે છતાં દુકાનદારોને તેના ધંધાની પડી છે. જિંદગીની પરવા રહી નથી જયારે નીચે ઢળી પડશે ત્યારે કેટલા માનવોની મહામુલી  જિંદગી આ ઇમારતમાં ઢળતાની સાથે ઢબુરાઇ જશે જેનો ખ્યાલ સજાગતા આજે આવતી નથી ત્યારે આ ઇમારત પળવાની જયારે રાહમાં ઉભેલી રહી છે. ત્યારે આ જાહેર માર્ગ પણ છે જયાંથી અસંખ્ય વાહનો પસાર થાય છે તો વળી આ માર્ગ ઉપર રાહદારીઓ પણ પસાર થાય છે. આ જગ્યા રોડ ઉપર વાહનોના પાર્કીંગ પણ એટલા થાય છે.

ત્યારે આ જોતા જ ખ્યાલમાં આવે છે કે સારૂ વાવાઝોડુ પણ આવે તો આ ઇમારત પણ પતાની  જેમ જ ઉડવાની પડવાની માનવ જીંદગી હોમાવાની પૂરેપૂરી શકયતા વર્તાઇ રહી છે.

સરકારી તંત્ર પણ લાપરવા

સુરેન્દ્રનગરમાં ભરચક લતા ભરચક વિસ્તારોમાં ઇમારતો લટકતી માણસોના મોત માટે જવાબદાર બનેલી રહી છે ત્યારે પતરાવાળી ચોકમાં વિઠ્ઠલપ્રેસ રોડ ઉપર દેરાસરની માલીકીનું બીલ્ડીંગ ખવાઇ ગયું છે. પડવાની રાહમાં રહેલુ હોવાની રજુઆત ગજજર દામોદરભાઇ દ્વારા અવારનવાર રજુઆત કરાઇ છે. છતાં ન તો નગરપાલિકા ન તો કલેકટર ન તો મામલતદાર સહિતના જવાબદારો પોતાની જવાબદારી સંભાળતા નથી. ત્યારે આ છતા ઘટના જો બને તો ફરીયાદ નગરપાલિકા કે પછી કલેકટર કે મામલતદાર અને મકાનના માલીકો સામે કરવાની થાય ખરી... ? ત્યારે ચોમાસા પહેલા જવાબદારી સમજી આવી ઇમારત ઉતરાવવા લોકમાંગ ઉઠેલ છે.

(11:44 am IST)