Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

પોરબંદર કોંગ્રેસ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

પોરબંદરઃ દેશમાં કોરોના મહામારી બેફામ બની રહી છે. ત્યારે પોરબંદર જિલ્લાને કોરોનાની અસરથી સલામત રાખી તથા જે પોઝીટીવ કેશ હતા. તેને પણ સારવાર કરી જિલ્લાને કોરોના મુકત કરવા બદલ પોરબંદર જિલ્લાના કોરોના વોરિયર્સ એવા જિલ્લા કલેકટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનિ, સિવિલ સર્જન ડો. જે.ડી.પરમાર તથા નગરપાલિકાના હેલ્થ ઓફિસર જગદીશ ઢાકીનું પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ પરિમલ ઠકરાર, મહામંત્રી લાખણર્શીભાઇ ગોરાણીયા તથા મંત્રી જયદિપ આગઠ દ્વારા સન્માનપત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.(

(11:43 am IST)