Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

હળવદના ભલગામડા નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત

મામાના દીકરાને ડૂબતો જોઇ છલાંગ લગાવી પરંતુ મામાનો દીકરો તો બચી ગયો યુવાન ડૂબી ગયો

હળવદ તા. ૨૪ : તાલુકાના ભલગામડા નજીક જેઠવાધાર પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં થાનથી મામાના ઘેર આવેલ ૨૨ વર્ષીય યુવાન મામાના દીકરાને કેનાલમાં ડુબતો જોઈ તેને બચાવવા જતાં પોતે કેનાલમાં ડૂબી જતાં મોત નિપજયું છે. સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા મહામહેનતે યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.ઙ્ગ

હજુ તો બ્રાહ્મણી -૨ ડેમ માં એક ૨૨ વર્ષીય યુવાન ડૂબ્યાની શાહી નથી સુકાઈ ત્યા બીજો બનાવ બનતા ગમગીની છવાઈ ગઈ છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ થાનથી ભલગામડા મામાના ઘેર આવેલ કાનાભાઈ પાડલીયા અને તેના મામી અને તેના મામાનો દીકરો જેઠવાધાર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મામાના દીકરાને તરસ લાગતા તે પાણી પીવા કેનાલમાં ઉતર્યો હતો. જોકે તેનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી જતાં ડૂબવા લાગ્યો હતો.

જેથી કાનાભાઈએ મામાના દીકરાને કેનાલમાં ડુબતો જોઈ કેનાલમાં છલાંગ લગાવી હતી જયારે દીકરાને ડુબતો જોઈ તેના મમ્મી ે પણ સાડીનો છેડો આપતા દીકરો સાડીનો છેડો પકડી લેતા તે બચી ગયો હતો. જયારે કાનાભાઈ નર્મદા કેનાલના ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેથી આજુબાજુના લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી કેનાલમાં શોધખોળ હાથ ધરતા કાનાભાઈનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવીઙ્ગ છે.(

(11:41 am IST)