Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

વરસાદને કારણે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર રણતીડનો ખતરો ટળ્યો? દરિયામાં અટવાયા કે પાકિસ્તાન તરફ ગયા?

તીડના ઝુંડને ટ્રેસ કરવા માટે બીએસએફની પણ રણતીડ ઉપર નજર

ભુજ,તા.૨૪: ગત તા. ૨૨ જુનની આસપાસ સૌરાષ્ટ્ર કચ્છમાં રણતીડ મોટાપાયે આક્રમણ કરશે એવી ચેતવણી વચ્ચે તંત્ર એલર્ટ છે.

પરંતુ ગીર સોમનાથથી કરીને કચ્છના રણ સુધી ૯૦૦ કિલોમીટર સુધી એલર્ટ તંત્રને હજી રણતીડની ભાળ મળી નથી.

ત્યારે એક શકયતા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના ભારે દબાણ અને વરસાદને કારણે રણતીડનો નાશ થયો હોવાની શકયતા છે.

તો, બીજી શકયતા મુજબ હવામાનમાં થયેલા ફેરફારને કારણે રણતીડ પાકિસ્તાન ભણી ફંટાયા હોવાની પણ શકયતા છે.

જોકે, તેમ છતાંયે તંત્ર એલર્ટ છે. દરમ્યાન રણતીડને ટ્રેસ કરવા માટે બીએસએફના જવાનો પણ સરહદ ઉપર નજર રાખી રહ્યા છે.

(11:22 am IST)