Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

જામનગરના લાખોટા તળાવથી ગૂમ થયેલ બાળકી મળી જોગવડથી અપહરણકર્તા મહિલા અને જીયા મળી આવ્યા

બન્નેને જામનગર લાવવા કવાયત :પોલીસે ગણતરીની કલાકોમાં બાળકીની ભાળ મેળવી

 

જામનગરના લાખોટા તળાવમાંથી ગૂમ થયેલી બાળકી જીયાની ભાળ મળી ગઇ છે .બાળકીને લઇને ગૂમ થઇ જનાર અપહરણકાર મહિલા અને બાળકી જોગવડ ગામેથી મળી આવ્યા છે. બાળકીની ભાળ મળ્યા બાદ પોલીસ દ્વારા મહિલા અને બાળકીને જામનગર લાવવા કવાયત હાથ ધરાઇ હતી. તો બાળકીના માતાપિતા તેની દિકરીના મળી જવાથી ખૂબ ખુશ થયા છે. નોંધનીય છેકે 23 તારીખે માતા સાથે ફરવા ગયેલી જીયા ગૂમ થઇ હતી. જે બાદ સીસીટીવીમાં એક મહિલા સાથે જીયા જોવા મળી હતી. જે બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.

(10:49 pm IST)
  • રાજયસભાની ચૂંટણીના ૫ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર મનીષ દોશી, બાબુભાઈ પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા સહિત ૫ નામો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો કરશે મંથન access_time 5:39 pm IST

  • ઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST

  • અમદાવાદના હાથીજણમાં ગઈરાત્રે ભારે વરસાદથી ખેતરની ઓરડી તૂટી પડતા ખેડૂતનું મોત access_time 5:43 pm IST