Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

અમને ફ્લડ કંટ્રોલરૂમની કામગીરીમાંથી મુક્તિ આપો જેતપુરના શિક્ષકોએ મામલતદારને આપ્યું આવેદન

શહેર -તાલુકાના શિક્ષકોએ રેલી સ્વરૂપે જઈને આવેદન આપી રજૂઆત કરી

 

જેતપુર પંથકના શિક્ષકોએ ડિઝાસ્ટરની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ કરતું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતુ જેતપુર મામલતદાર દ્વારા દર વર્ષે ચોમાસા દરમિયાન ફ્લડ કન્ટ્રોલ રૂમની કામગીરીમાં શિક્ષકોને ફરજ નિભાવવાનો હુકમ કરવામાં આવે છે. ત્યારે શિક્ષકોએ કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરતું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતુ

. મામલતદાર દ્વારા શિક્ષકોને ધી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005ની કલમ 56 હેઠળ ફરજ પર હાજર થવા નોટીસ આપી હતી. કલમ 56નો કોઈ સરકારી કર્મચારી ભંગ કરે તો એક વર્ષની સજાની જોગવાઈ છે. જેથી શહેર તાલુકાના તમામ શિક્ષકો એક રેલી રૂપે મામલતદારને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી

   શિક્ષકોએ કહ્યુ હતુ કે સ્કૂલોમાં સ્ટાફની ખુબ અછત છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા જરૂરી વિષયના શિક્ષકોને પણ કામગીરી રોકવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે. શિક્ષકો પહેલેથી આધારડાયસ, બીએલઓ અને વસ્તી ગણતરી જેવી કામગીરીમાં જોડાયેલા છે. ઉપરથી શાળા પ્રવેશોત્સવ, પર્યાવરણ, વિશ્વ યોગ દિવસ, કલા ઉત્સવ તેમજ ખેલ મહાકુંભ જેવા સરકારી કાર્યક્રમોમાં રોકાયેલ હોય છે. જેના કારણે શિક્ષણ કાર્ય ખુબ બગડે છે. જે અંગે રજૂઆત કરવામાં આવી હતી. .

(10:18 pm IST)