Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ગાંધીધામમાંથી ૩ કિલો ગાંજો ઝડપાયો

(ભુજ) ગાંધીધામ એસઓજી પોલીસે પૂર્વ બાતમીના આધારે કૈલાશનગર વિસ્તારમાં દરોડો પાડીને ત્યાં ઝૂંપડપટ્ટીમાં રહેતા રવિન્દ્ર તિવારી નામના શખ્સ પાસેથી એક કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. રવિન્દ્ર ગાંજનું છૂટક વેંચાણ કરતો હતો. આ ગાંજો પોતે પિન્ટુ યાદવ નબ શખ્સ પાસેથી લીધો હોવાનું રવિન્દ્રએ પોલીસને જણાવતા એફસીઆઈ કોલોની પાછળ ઝૂંપડપટ્ટીમાં દુકાન ધરાવતા પિન્ટુ યાદવ પાસેથી પોલીસે બે કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. પિન્ટુ પોતાની દુકાનમાં ગાંજો વેંચતો હતો. અગાઉ તે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગાંજો વેંચતા ઝડપાયો હતો. પિન્ટુને ગાંજાની ડિલિવરી ઓરિસ્સાની એક મહિલા તેમ જ એક પુરુષ કરતા હતા. પોલીસે આશરે ૧૯,૫૦૦ રૂપિયાની કિંમતના ૩ કિલો ગાંજાની સાથે એક્ટિવા સ્કૂટર અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી છે.

(7:17 pm IST)
  • ઇન્ડોનેશીયામાં ૭.પની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી નથી access_time 11:40 am IST

  • મનોજ તિવારીને ધમકી આપનાર શખ્શની ધરપકડ :આરોપીએ પ્રખ્યાત થવા ધમકી આપ્યાનું રતન :દિલ્હી ભાજપના પ્રમુખ ને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર વિશ્વજીત નામના શખ્શને ઝડપી લેવાયો access_time 12:50 am IST

  • રાજયમાં અનેક જિલ્લામાં મેઘસવારીઃ રવલ્લી,દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદ અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદઃ દાહોદ, ઝાલોદ અને લિમડીમાં અને કચ્છના નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ access_time 5:45 pm IST