Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

આટકોટમાં ૧, જસદણ પોણો ઈંચઃ ઉમરાળામાં અડધો ઈંચ વરસાદઃ વિરનગરમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાંયુ વાતાવરણ છવાઈ ગયુ છે. આવા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ પણ વરસી જાય છે.

આજે બપોરે ૩ વાગ્યા આસપાસ જસદણમાં ધીમી ધારે વરસાદ શરૃ થયો હતો. આ વરસાદ પોણો ઈંચ જેટલો વરસી ગયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા હતા.

જ્યારે આટકોટમાં પણ ગાજવીજ સાથે એકાદ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વિરનગરમાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર વાહનવ્યવહારને ભારે અસર પડી હતી. બાબરામાં પણ ૭ મી.મી. વરસાદ પડયો હતો.

જ્યારે ભાવનગરના ઉમરાળામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજકોટમાં પણ બપોરથી વાદળછાંયુ વાતાવરણ છવાઈ ગયુ છે અને ગમે ત્યારે મેઘરાજા વરસી પડે તેવો માહોલ છવાયો છે.

(4:34 pm IST)