Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

રૂ.૩૦.પપ લાખના દારૂ પ્રકરણમાં વંથલીના પીએસઆઇ બાદ એએસઆઇ પણ સસ્પેન્ડ

ઇન્ચાર્જ એસપી રવિતેજાની વાસમ શેટ્ટીનું વધુ એક કડક પગલુ

જુનાગઢ, તા. ર૪ : રૂ. ૩૦.પપ લાખના દારૂ પ્રકરણમાં વંથલીના પીએસઆઇ બાદ એએસઆઇને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે ગત સપ્તાહમાં વંથલી તાલુકાના કોયલી ગામની સીમાં બે વાહનોમાં થતું વિદેશ દારૂનું કટીંગ પકડી પાડી રૂ.૩૦.પપ લાખના વિદેશી દારૂ ઉપરાંત બે વાહનો સહિત રૂ. પ૦ લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જોકે બંને વાહનોના બે ડ્રાઇવર સહિત પાંચ શખ્સો નાસી ગયા હતા.

આ પ્રકરણમાં આઇજીપી સુભાષ ત્રિવેદીની સુચનાથી ઇન્ચાર્જ એસપી રવિ તેજાની વાસમ શેટ્ટીએ શનિવારે વંથલીના પીએસઆઇ કે.કે. ઓડેદરાને સસ્પેન્ડ કરી દીધા હતાં અને સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાંચના હવાલે કરી હતી.

દરમ્યાનમાં આજે સવારે કાર્યવાહક જિલ્લા પોલીસ વડા અને માંગરોળના એએસપી રવિતેજાની વાસમ શેટ્ટીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, રૂ. ૩૦.પપ લાખના વિદેશી દારૂના પ્રકરણમાં પ્રથમ વંથલી પીએસઆઇને બાદમાં રવિવારે એએસઆઇ વેજીબેન પાંચાભાઇ ડાકીને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે.

તેમજ વંથલી પીએસઆઇનો ચાર્જ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એન.બી. ચૌહાણને સોંપવામાં આવેલ છે.

(3:36 pm IST)