Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

વ્યકિત વિકાસ રાજયની સમતુલાનો આધાર સહકારી પ્રવૃતિ વગર અશકય : પૂર્વ મંત્રી મણવર

ડુમિયાણી મુકામે પીપલ્સ વેલફેર સોસાયટી મંડળીની સાધારણ સભા સંપન્ન

તસ્વીર - અહેવાલ : જગદીશ રાઠોડ, ધર્મેન્દ્ર બાબરીયા, ભરત દોશી, ભોલુ રાઠોડ, ઉપલેટા-ધોરાજી)

ધોરાજી-ઉપલેટા તા.૨૪ : પીપલ્સ વેલફેર સો.ના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીની ૨૬ વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ બળવંતભાઇ મણવરની અધ્યક્ષતામાં મળીઆ સભામાં ઉપલેટા મોટી સંખ્યામાં કર્મચારીઓ આમંત્રીત મહેમાનો વગેરે ઉપસ્થિત રહેલ.

આ તકે શ્રી મણવરે શરાફી મંડળની વિસ્તૃત માહિતી માં જણાવેલ કે વ્રજભૂમી આશ્રમ ડુમીયાણીના કર્મચારીઓ પુરતી  સીમીત છે તેમ છતા મંડળીનુ શેર ભંડોળ ૨૪ લાખ જેટલુ છે સભાસદોનુ ૪૫ લાખ બચત ભંડોળ છે અને મંડળીએ ૧ કરોડનુ ધિરાણ કરેલ ચાલુ વર્ષે કરેલ છે. આ મંડળીમાં નહી નફો નહી નુકશાનના ધોરણે વહીવટ કરે છે.

મંડળીના સભાસદોને આકસ્મીક બિમારીમાં મદદરૂપ થવા મંડળીનો મહત્વનો રોલ છે. આવા સમયે માત્ર ૧૨ કલાકમાં લોન મળે છે અને તે પણ ૭ લાખની મર્યાદામાં અપાઇ છે. આમ નાના સભાસદોને આશિર્વાદરૂપ છે તેમ છતા વધુ નફો કરે છે તેનુ કારણ નહીવત ખર્ચમાં મંડળીનો વહીવટ થાય છે વહીવટ કરતા કર્મચારીઓને વેતન અપાતુ નથી માત્ર પેટ્રોલ એલાઉન્સ જ અપાઇ છે મંડળીનુ મકાન ભાડુ વિજળી, ટેલીફોન ખર્ચ બિલકુન નથી તેમજ મંડળીના સભાસદોને એક લાખનો આકસ્મીક વિમો મંડળી તરફથી અપાઇ છે.

મંડળીની સિધ્ધિ એ છે કે આજ દિન સુધી કોઇ ધિરાણની મુદત વીતી નથી કે વસુલાત માટે કેશ થયો નથી. મંડળીએ કુદરતી આફતોમાં રાજય સરકારને પણ ફંડ આપેલ છે. મંડળીના સેક્રેટરી એચ.બી.વાળાએ મહેમાનોનુ સ્વાગત કરેલ અને એજન્ડા મુજબ સભાની કાર્યવાહી કરેલ. આગામી દિવસોમાં મંડળી હજુ પ્રગતિ કરે અને મંડળીના કાર્યક્ષેત્રનું વિસ્તરણ થાય તે દિશામાં આગળ વધવાનો નિર્ધાર કરેલ છે.

(12:12 pm IST)