Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

વિરપુર ખેડૂત જૂથ સહ. મંડળી લી.ના ઉપપ્રમુખ પદે જનકભાઇની વરણી

વિરપુર તા. ર૪: વિરપુર જલારામ તેમજ કાગવડ અને થોરાળા એમ ત્રણ ગામની વિરપુર જૂથ સેવા સહકારી મંડળી લી.ની મીટીંગ મળેલ હતી જેમાં વ્યવસ્થાપક કમિટીના ઉપપ્રમુખ તરીકે જનકભાઇ રવજીભાઇ ડોબરીયા બિનહરીફ ચૂંટાય આવતા સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી. મંડળીના પ્રમુખશ્રી ગોરધનભાઇ ધામેલીયાએ કમિટી સમક્ષ દરખાસ્ત મુકતા વિરપુર જૂથ સેવા સહકારી મંડળી લિ.ના તમામ સભ્યોએ સર્વાનુમતે મંડળીના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાય આવતા જનકભાઇ રવજીભાઇ ડોબરીયાને મંડળીના ઉપપ્રમુખ તરીકેની નિમણુંક કરવામાં આવી હતી.

જનકભાઇ ભૂતકાળમાં વિરપુર જલારામ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે તેમજ અત્યારે ભાજપના વરિષ્ઠ અગ્રણી તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.

વિરપુર જુથ સેવા સહકારી મંડળી લી.માં ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાય આવતા વિરપુર, થોરાળા, કાગવડ પંથકના ખેડુતોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

(12:09 pm IST)