Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

મોરબીમાં રાજકોટની સુચક હોસ્પિટલના કર્મચારી અને તેના પુત્ર પર હુમલો

બીનમહમ્મદ બ્લોચ અને તુફેલ સારવારમાં: પ્રોેઢના ભાણેજને ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં વચ્ચે પડતાં ઇસ્માઇલ સહિતના ધારીયા-છરીથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૪: મોરબી મકરાણી વાસમાં મુસ્લિમ પિતા-પુત્ર પર પડોશમાં રહેતાં ત્રણ મુસ્લિમ ભાઇઓ સહિતે ધારીયા-છરીથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. રાજકોટના સુચક દવાખાનામાં ડ્રેસર તરીકે નોકરી કરતાં પ્રોૈઢના કહેવા મુજબ તેના ભાણેજને ક્રિકેટ રમવા બાબતે માથાકુટ થઇ હોઇ પોતે સમજાવવા જતાં હુમલો થયો હતો.

મકરાણીવાસમાં રહેતાં બીનમહમ્મદ શેરમહમ્મદ બ્લોચ (ઉ.૫૭) અને પુત્ર તુફેલ બીનમહમ્મદ બ્લોચ (ઉ.૨૦)ને સાંજે ઘર પાસે રહેતાં ઇસ્માઇલ યારમહમદ, તેના ભાઇઓ સહિતનાએ હુમલો કરી હાથે-પગે ઇજા કરતાં મોરબી સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થયા છે.

બીનમહમ્મદ રાજકોટ સુચક દવાખાનામાં નોકરી કરે છે. તેના કહેવા મુજબ તેના ભાણેજ ઇદ્રીશ અને ઇસ્માઇલને ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થતાં ભાણેજને પોતે છોડાવવા અને ઇસ્માઇલને સમજાવવા જતાં હુમલો થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી જાણ કરી હતી.

(12:05 pm IST)