Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ભાણવડઃ રાણપરમાંથી દારૂની રર૮ બોટલ ઝડપાઇ

બે સ્થળે દરોડામાં રૂ. ૯૧,ર૦૦ નો મુદામાલ કબ્જેઃ આરોપીઓ ફરાર!

ભાણવડ તા. ર૪ :.. ભાણવડ તાલુકાના રાણપર ગામથી ધામણીનેશ તરફ જતા ફોરેસ્ટ ઓફીસ નજીક બાવળની ઝાડીઓમાં વિદેશી શરાબનો જથ્થો સંઘરવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડવામાં આવતા રૂ. ૪૮,૦૦૦ ની કિંમતની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી જે રાણપરના રહેવાસી વિરા ભાયા કોડીયાતાર, બોઘા પુંજા શામળા અને માયા બાલા કોડીયાતરે અનધિકૃત રીતે વેચાણ અર્થે છૂપાવેલ હતો. જો કે, દરોડા દરમ્યાન આ ત્રણેય આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા તેમને ફરારી જાહેર કરવામાં આવ્યા હતાં.

રાણપરમાં જ પાડવામાં આવેલ અન્ય એક દારૂ અંગેના દરોડામાં રૂ. ૪૩,ર૦૦ ની કિંમતની ૧૦૮ નંગ ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલ કબ્જે કરવામાં આવી હતી અને રાણપરના જ રહેવાસી વેજા ભોરા શામળા અને ધના આલા કોડીયાતરના કબ્જાનો આ મુદામાલ હોવાનું ખુલતા સ્થાનીક પોલીસે બન્ને વિરૂધ્ધ પ્રોહી. એકટની વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(12:01 pm IST)