Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

વરસાદના અભાવે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ

મહતમ તાપમાનમાં વધારો થતા અસહ્ય બફારો

 

ગોંડલ પંથકમાં વાવણી કાર્યઃ ગોંડલ પંથકમાં શનીવારે અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો વાવણી કરતા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

રાજકોટ તા.૨૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદના અભાવે અસહ્ય ઉકળાટનો લોકો અનુભવ કરી રહ્યા છે અને મહતમ તાપમાનમા પણ વધારો થયો છે.

ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી હવે ટૂંક સમયમાં થવા જઇ રહી છે. જેના કારણે રાહતના સમાચાર આવી પહોંચ્યા છે. પ્રી મોનસૂન વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં જુદા જુદા ભાગોમાં વરસાદ પડ્યો હતો.

કાલે અરવલ્લી, મોડાસા, કચ્છના લખત્રાણા, દાહોદ, લીંબડી સહિતના વિસ્તારમાં વરસાદ જારી રહ્યો છે. રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે-ચાર દિવસમાં સામાન્યથી મધ્યમ અને ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

સરા-મૂળી પંથકના સરલા, લીયા, ટીકર વગેરે વિસ્તારોમાં અને સરામાં ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ છૂટો છવાયા મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે તા.૨૬મી જૂને રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, ભરૂચ,વલસાડ, નવસારી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર ઉભું થયુ છે તેની સીધી જ અસર અરબ સાગરમાં પડવાની છે અને તે ગુજરાતમાં વરસાદ લાવશે. ખાસ કરીને તા.૨૫ અને ૨૬ જૂનના રોજ દરિયામાં માછીમારોને ન જવાની સૂચના આપવામાં આવી છે. જૂનના શરૂઆતના ત્રણ અઠવાડીયામાં ચોમાસાએ દેશના બે તૃતિયાંશ ભાગને કવર કરી લીધો છે પરંતુ અત્યાર સુધી ૨૦ ટકા વિસ્તારને કવર કર્યો છે. આ કારણથી વરસાદ જૂનમાં ઘણો ઓછો થયો છે.

વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત રાજ્યના ૯ શહેરોમાં ગરમીનો પારો ૩૯ થી ૪૧ ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. જેને કારણે વાતાવરણમાં ગરમીની સાથે અસહ્ય બફારાથી લોકો પરેશાન થઇ ગયા હતા. જો કે આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે દક્ષિણ ગુજરાતમાં નૈઋર્ત્ય ચોમાસું બેસવાનો સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે.

જુનાગઢ

જુનાગઢઃ વરસાદના અભાવે જુનાગઢ સહિતના વિસ્તારોમાં ગરમી વધતા અને સવારથી બફારો-ઉકળાટ શરૂ થઇ જતો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તાજેતરમાં વાયુ વાવાઝોડાને લઇને સોરઠમાં મેઘકૃપા થઇ હતી. પરંતુ ચોમાસાનો સતાવાર પ્રારંભ તા.૧૫ જુનથી થયા બાદ મેઘા મહેલ ન થતા તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે.

વરસાદ ખેંચાતા રવિવારનું જુનાગઢ ખાતેનું મહતમ તાપમાન ૩૭.૪ ડિગ્રી નોંધાયુ હતુ અને આજે સવારે લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાના સવારથી ગરમીએ માજા મુકી છે.

સવારે વાતાવરમમાં તેજનું પ્રમાણ ૮૩ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬૩ કિમીની રહી હતી.

(12:00 pm IST)
  • BSNL પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથીઃ કંપની ઉપર ૧૩૦૦૦ કરોડની છે જવાબદારી : ભારત સંચાર નિગમની હાલત ડામાડોળઃ કંપની પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથી જેની રકમ થાય છે રૂ. ૮પ૦ કરોડઃ ડીસે. ર૦૧૮ ના અંત સુધીમાં રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધુનું પરિચાલન નુકસાન વેઠવું પડયું હતું access_time 3:50 pm IST

  • ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ભાજપના સમર્પિત કૌશિક જૈનનો ભારે બહુમતી સાથે વિજય access_time 5:39 pm IST

  • જામનગરના લાખોટા તળાવની પાળ પાસેથી જિયા નામની 4 વર્ષની બાળકીને કોઈ અજાણી સ્ત્રી ઉપાડી ગયાની પ્રાથમિક આશંકા:લાખોટા તળાવના ગેટ નંબર 4 પરથી ઉપાડી ગઈ છે જે કોઈને જાણ થાય તેને આ નંબર 9377777897 પર સંપર્ક કરવા .અથવા જામનગર સિટી એ ડિવિઝન કંટ્રોલ રુમ 0288-2550200 માં જ‍ાણ કરવા જણાવ્યું access_time 2:56 pm IST