Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ભાવનગરના ત્રાપજમાં રાત્રે તળાજાના મામલતદાર ઉપર હુમલાનો પ્રયાસ

ટેન્કરને રોકવા જતા તણસાના જયદિપસિંહ સહિતના શખ્સો દ્વારા ફરજમાં રૂકાવટ

ભાવનગર, તા.૨૪: ભાવનગર જિલ્લા માં ભૂતકાળ માં કદી મામલતદાર કક્ષા ના વ્યકિત પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોય તેવું લગભગ નથી બન્યૂ. પણ તળાજાના મામલતદારને બે ખોઉફ બનેલ શખ્સોનો અસલી ચહેરાનો અનુભવ થયો. ત્રાપજ ગામે ગત રાત્રે અલંગ તરફથી આવી રહેલ ટેન્કરને ઉભું રખાવતા જ આવેલી એક કારમાંથી ઉતરેલા ઇસમે વાદ વિવાદ સર્જી, ફરજમાં રુકાવટ કરી હુમલો કરવાનો પ્રયાસ કરેલ. એટલુંજ નહિ ટેન્કર લઈને ચાલક ફરાર થઈ ગયેલ. બનાવને લઈ અલંગ પોલીસ તાત્કાલીક દોડી આવેલ. મામલતદાર એ અલંગ પોલીસમાં તણસાના એક વ્યકિત સહિતના ઈસમો વિરુદ્ઘ ફરિયાદ નોંધાવેલ છે.

તળાજા પંથકમાં ગુનાઇત માનસ ધરવતા અથવાતો કાળો કારોબાર ચલાવતા તત્વો એટલાં તો બેખોઉફ થઈ ગ્યાછેકે તાલુકા મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારી પર કાયદાનો કે અધિકારીના હોદાનો ડર રાખ્યા વગર દબંગગિરી કરવા પર હવે ઉતરી પડે છે.

સનસનાટી મચાવતા બનાવની મળતી વિગતો મુજબ ગત રાત્રીના ૧.૩૦ ના સુમારે તળાજા મામલતદાર ઝીલ પટેલ ત્રાપજ ખાતે ઉભા હતા.આ સમયે ટેન્કર નંબર જીજે ૪ વી વી ૪૧૬૧ અલંગ તરફથી આવી રહેલ હતું. ટેન્કર માં પ્રતિબંધિત વસ્તુ હોવાની શનક જતા મામલતદાર એ ટેન્કર થોભાવેલ. કાગળો,બિલ.અને ટેન્કર માં રહેલ વસ્તુનું સેમ્પલ લેવા ની તજવીજ કરે તે પહેલાજ કાર નંબર જીજે ૪ ડીએ ૯૯૯ માં આવેલ ને કહેલ કે તું કોણ છો..તને જોઈ લઈશ.ઉમલ નો પ્રયાસ કરેલ. ધમકી આપેલ અને ટેન્કર ને ભગાડી દઈ ફરજમાં રુકાવટ કરેલ

મામલતદાર એ બનાવના પગલે અલંગ પોલીસ ને જાણ કરતા નજીક ના વિસ્તારમાં જ પેટ્રોલીંગ કરતા પોલીસ જવાનો મયૂરસિંહ સરવૈયા, સુરજીતસિંહ સરવૈયા સરકારી વાહનઙ્ગ લઈ પહોંચીજતાઙ્ગ મામલતદારઙ્ગ સાથે દબંગ ગીરીકરનાર ભાગી છૂટ્યા હતા.

બનાવને લઈ મામલતદાર ઝીલ પટેલ એ જયદીપસિંહ જાડેજા તણસા વાળા અને અન્ય ઈસમો વિરુદ્ઘ અલંગ પોલીસ ને ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

કાયદો અને વ્યવસ્થા કેટલી નબળી છે તેનો અનુભવ ખુદ તળાજા મામલતદાર ને થયો.જેમાં ટેન્કર નંબર જીજે ૪ વિવિ ૪૧૬૧ ને રોકી તપાસ કરતા મામલતદાર સાથે. દબંગ ગિરિકરી ટેન્કર ને પૂરપાટ ઝડપે હંકારી લઇ જવાયુ. એ ટેન્કર ને પકડવા માટે અલંગ પોલીસે પીછો કરતાંય ટેન્કર હાથ લાગ્યૂ નહિ! .

તળાજા મામલતદાર સાથે ંગુડાગીરીઙ્ગ કર્યાની જાણ રાત્રે લગભગ બનાવ બન્યા ને થોડી વારમાં જ તળાજા ડે. કલેકટર ને થયેલ. તેમણે જણાવ્યું હતુંકે બનાવ ગંભીર છે. મામલતદાર સાથે ગુંડાગીરી અને ફરજ માં રુકાવટ જેવી ઘટના અંગે કડક હાથે કામલેવામાં.આવશે.

બનાવની તપાસ કર્તા અલંગ પીએસઆઇ સેગલ એ જણાવ્યું હતું કે ફરિયાદી મામલતદાર ઝીલ પટેલ નું વિશેષ નિવેદન લેવામાં આવ્યું છે. જેમાં બનાવ સમયે એક સફેદ કલરની ઇનોવકારમાંથી પણ ઈસમ આવેલ હોવાનું જણાવેલ છે.

(11:57 am IST)
  • ઇન્ડોનેશીયામાં ૭.પની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી નથી access_time 11:40 am IST

  • ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરે પ્લેનનો દરવાજો ખોલવા કર્યો પ્રયાસ :ઇમર્જન્સી લેન્ડિંગ બાદ પોલીસને સોંપ્યો :પોલીસ અધિકારી મુજબ યાત્રી ચાલુ વિમાને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો હતો :યાત્રીને ઉતારી મુક્યા બાદ ભુવનેશ્વરની કેપિટલ હોસ્પિટલે લઇ જવાયો ; હૈદરાબાદથી ગુવાહાટી જતી ફ્લાઈટમાં બન્યો બનાવ. access_time 12:49 am IST

  • ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ વરસાદની આવન-જાવન ચાલુ રહેશેઃ હવામાનની સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે અમદાવાદમાં ખૂબ સારો વરસાદ પડી ગયોઃ ગુજરાતમાં આવતા ત્રણ- ચાર દિવસ વરસાદની આવન- જાવન ચાલુ રહેશેઃ જયારે કચ્છમાં છુટોછવાયો વરસાદ પડશે access_time 11:41 am IST