Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ગોંડલમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન

 ગોંડલ શ્રી ભગવત મંડળ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ગોંડલ દ્વારા રકતદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેને કુમાર જયોતિરમયસિંહ જાડેજા હવા મહેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા મુખ્યઅતિથિ રમેશભાઇ ધડુક (સાંસદ), ભરતસિંહ ચુડાસમા મમાલતદાર, ગોપાલભાઇ શીંગાળા ચેરમેન, કનકસિંહજી જાડેજા વા.ચેરમેન, એ.પી.એમ.સી. ગોંડલ, અશોકભાઇ પીપળીયા પ્રમુખ  પાલિકા ગોંડલ, અલ્પેશભાઇ ઢોલરીયા, કિશોરભાઇ અંદિપરાએ હાજરી આપી રકતદાનનું મહત્વ સમજાવ્યું હતું. સફળ બનાવવા મેનેજિંગ ઠીરેકટર દિગ્વિજયસિંહ જાડેજા, ચેરમેન કલ્પેશભાઇ, રાહુલભાઇ, હાર્દિકભાઇ, લવજીભાઇ, ક્રિષ્નભાઇ, કલ્પેશભાઇ બોર્ડ ઓફ ડિરેકટર તેમજ મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૧પર બોટલ એકત્રીત થયેલ. આ એકત્રીત થનાર ફકત થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઉપયોગમાં લેવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે. કાર્યક્રમનું સંચાલન હિતેષભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પના સહયોગી વિનય જસાણી (રાજકોટ)એ સેવા આપી. (અહેવાલઃ હરેશ ગણોદીયા, તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:12 am IST)