Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ઉપલેટા સેવા સહકારી મંડળીમાં હરિભાઇ ઠુંમરની પેનલનો વિજય

ઉપલેટા, તા. ર૪ : ઉપલેટામાં સેવા સહકારી મંડળીની કાલે સવારે ૮-૩૦ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી મતદાન લેઉવા પટેલ સમાજમાં યોજાયું હતું.

આ ચૂંટણીમાં એકતરફ હરિભાઇ ઠુંમરની પેનલ અને સામે માજી. ધારાસભ્ય છગનભાઇ સોજીત્રાની પેલ વચ્ચે પ્રતિષ્ઠાભરી ચૂંટણીનો જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં કુલ ૯૮૪ મતમાંથી પ૬૭ મતદારોએ મતદાન કરેલ હતું.

પરિણામ જાહેર થતાં હરિભાઇ ઠુંમરની પેનલના તમામ સભ્યો વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. સામા પક્ષે છગનભાઇ સોજીત્રાની પેનલનો પરાજય થયો હતો.

હરિભાઇ ઠુંમર, વલ્લભભાઇ સખીયા, ઓધવજીભાઇ ગજેરા, રવજીભાઇ ગજેરા, વિઠલભાઇ વસોયા, ધર્મેન્દ્રભાઇ મુરાણી, અરવિંદભાઇ ગજેરા, અશ્વિનભાઇ સોજીત્રા, ધર્મેન્દ્રભાઇ સોજીત્રા, જેન્તીભાઇ કપુપરા, ભારતીબેન ઢોલરીયા, સવિતાબેન સોજીત્રા, કિશોરભાઇ ડોબરીયા વિજેતા પામેલ હતા.

(10:12 am IST)