Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ગાંધીધામના ગોડાઉનમાં મગફળી કૌભાંડના કોંગ્રેસના આક્ષેપ સામે નીતિનભાઈ પટેલનો પલટવાર : કહ્યું કંઈપણ પુરાવા હોય તો આપો

આક્ષેપો કરીને છટકી જવું તે કોઇ જવાબદાર વિરોધ પક્ષનું કામ ન હોય.

કચ્છના ગાંધીધામમાં આવેલી શાંતિ ગોડાઉનમાં મગફળીની ગુણીમાં પથ્થર અને માટીના ઢેફા નીકળ્યા હોવાનું ખેડૂતોના દરોડાના જણાયું હોવાના આક્ષેપ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર અને સત્તાધારી ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે સરકારના મળતિયાઓે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ છે. આ કૌભાંડમાં ભાજપના મળતિયાઓ જોડાયેલા છે.

  ધાનાણીએ એમ પણ કહ્યું હતું કે મગફળી કૌભાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે. આ નિવેદન પર પટલવાર કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું હતું કે 'કોંગ્રેસને તો બોલીને જતા રહેવાનું છે. જો મુખ્યમંત્રી સાથે આ કૌભાંડનાં તાર જોડાયેલા હોય તો કાલે જ મને ગાંધીનગર મળે અને વિગત આપે, મુખ્યમંત્રીને મળે. આવી રીતે આક્ષેપો કરીને છટકી જવું તે કોઇ જવાબદાર વિરોધ પક્ષનું કામ ન હોય. આ અંગે તેમની પાસે જે કંઇપણ પુરાવા હોય, માહિતી હોય તે અમને આપે. આનાથી ઉલ્ટું તેઓ તો અમને દેખાતા જ બંધ થઇ ગયા છે. તેમની વાત અમને મીડિયાનાં માધ્યમથી ખબર પડે છે

(8:04 pm IST)