Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરીટી એજન્સી ચલાવતા ઈસમને એસઓજી ટીમે ઝડપ્યો

   મોરબી: મોરબી એસ..જી ટીમે વાંકાનેર પંથકમાં ગેરકાયદેસર સીક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલકને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

        મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી ટીમના પીઆઈ સલીમ સાટીની ટીમ વાંકાનેર પંથકમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કલાસિક વીટ્રીફાઈડ સિરામિક એકમમાં લાયસન્સ વગર સિક્યોરીટી એજન્સી ચલાવતા રમેશ પ્રહલાદ યાદવ રહે-કલાસિક વીટ્રીફાઈડ સિરામિક અને મૂળ- ઉતરપ્રદેશ વાળાને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:12 pm IST)
  • રવિવારે પેટ્રોલમાં લીટરે 13 પૈસા અને ડીઝલમાં લિટરે 8 પૈસાનો થશે ઘટાડો ;ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી થશે લાગુ ;આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઘટાડો થયો છે access_time 12:44 am IST

  • મુંબઈનાં ગિરગાવના સેન્ટ્રલ પ્લાઝા સિનેમા પાસેના કોઠારી હાઉસ બિલ્ડીંગના ત્રીજા માળે લાગી ભયાનક આગ : ફાયરબ્રિગેડની ગાડીઓ પહોચી ઘટના સ્થળે access_time 8:32 pm IST

  • ઉનાના ભેભા ગામના તળાવમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબ્યા : 1 નું મોત : 2 ને બચાવી લેવાયા : મૃતકની લાશ પીએમ માટે હોસ્પીટલમાં ખસેડાઇ access_time 12:58 am IST