Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગોંડલ નગરાલિકા દ્વારા આશાપુરા ચોકડી યોગી દ્વાર પાસે આરસીસી રોડ નું કામ હાથ ધરવામાં આવ્યું

આશરે એક માસ ચાલનાર કામ માટે ટ્રાફિક ડાઇવર્ઝન કરવામાં આવ્યો:

ગોંડલ : નેશનલ હાઇવે રાજકોટ તરફથી શહેરમાં પ્રવેશતા આશાપુરા ચોકડી યોગી દ્વાર પાસે નગરપાલિકા તંત્ર દ્વારા આરસીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હોય આશરે એક માસ માટે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યો  છે.

પ્રાપ્ત વિગતો મુજબ  નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં મોટાભાગના રોડને આરસી સિમેન્ટ થી મઢી નાખવામાં આવ્યા હોય  યોગી દ્વાર પાસે બાકી રહી જતા મુખ્ય રોડનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે જે અંગે અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જાડેજા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન  રૈયાણી,કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા , બાંધકામ શાખાના ચેરમેન ચંદુભાઈ ડાભી એ જણાવાયું છે કે આશાપુરા રોડ પર નવ નિર્મિત સિમેન્ટ રોડ બનવા નું કામ હાથ ધરવામાં આવ્યું છે . નવા સિમેન્ટ રોડ નું કામકાજ આશરે એક મહિના સુધીમાં 25 જુન આસપાસ પૂર્ણ થશે તો આ રોડનો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી છે, જેથી વાહનચાલકોએ શ્રીરામ દ્વાર તેમજ ઉમવાડા અન્ડર બ્રિઝ , સાંઢીયાપુલ , ગુંદાળા રોડથી ગોંડલમાં પ્રવેશ અને બહાર મુખ્ય હાઇવે ઉપર જઈ શકાશે જેની શહેરીજનો તેમજ બહારગામથી આવતા જતા વાહનચાલકો નોંધ લેવી તેવી અપીલ કરાઇ છે.

(9:56 pm IST)