Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જુનાગઢના દિવ્‍યાંગોએ રાજય કક્ષાના સ્‍પે.ખેલમહાકુંભ ૨૦૨૨ માં ગોલ્‍ડ અને સિલ્‍વર કુલ ૯ મેડલ મેળવ્‍યા

 જુનાગઢઃ સ્‍પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત રાજય ગાંધીનગર તથા જીલ્લા રમત ગામ અધિકારી જુનાગઢના સહયોગથી સ્‍પેશિયલ ખેલ મહાકુંભ -૨૦૨૨ જુનાગઢ ખાતે જીલ્લા કક્ષાની રમતોનું આયોજન સાંપ્રત એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, જુનાગઢ સંસ્‍થા દ્વારા કરવામાં આવેલ. જેમાં જિલ્લા કક્ષાની રમતોમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજય કક્ષાની રમતોમાં ભાગ લીધેલ જેમાં ૩ઁ૯ દિવ્‍યાંગ ખેલાડીઓએ રાજય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ.

ચાલુ માસે જિલ્લા કક્ષાનું રમતોનું આયોજન કરવામાં આવેલ. જેમાં એથ્‍લેટીક અને ટીમ રમતોમાં જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ ખેલાડીઓને રાજય કક્ષાએ પોતાની રમતોનું પ્રદર્શન કરવાનું હોય, જેથી જિલ્લાના પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ ખેલાડીઓ રાજય કક્ષાની રમતો માટે ગયેલ. જેમાં પણ સુંદર રમત દર્શાવી  કુલ ૯ ખેલાડીઓએ રાજયમાં પણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી રોકડ પુરસ્‍કાર પણ મેળવી જુનાગઢ જિલ્લાનું નામ રોશન કર્યુ છે.

આ સ્‍પે. ખેલ મહાકુંભ ૨૦૨૨ને સફળ બનાવવા જુનાગઢ જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરા, સાંપ્રત સંસ્‍થાના પ્રમુખ મહેન્‍દ્રભાઇ પરમાર તથા સ્‍ટાફ અને જુનાગઢ જિલ્લાના સર્વ શિક્ષા અભિયાનના સ્‍પે. શિક્ષકોએ તમામ ખેલાડીઓને પૂરતો સહયોગ આપેલ.

(2:00 pm IST)