Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

સતત ચોથા દિવસે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ

સોરઠમાં વાદળમય વાતાવરણ યથાવત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૪ : આજે સતત ચોથા દિવસે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ રહેતા પ્રવાસીઓને રોપ-વેની મજા માણ્‍યા વગર પરત ફરવુ પડયુ હતુ.

છેલ્લા ત્રણ દિવસથી ફુંકાતો પવન આજે પણ યથાવત રહેતા ગિરનાર રોપ-વે પ્રવાસીઓની સલામતીને ધ્‍યાને રાખી બંધ રાખવાની ફરજ પડી છે.

ઉષા બ્રેકો કંપનીનાં રીજીયોનલ હેડ દિપક કપલીસે સવારે ટેલીફોનીક વાતચીતમાં ગિરનાર રોપ-વે  આજે પણ ચોથા દિવસે પવનને લઇ બંધ રાખવામાં આવ્‍યો હોવાનું અને ગિરનાર ઉપર ૬પ થી ૭૦ કિ.મી.ની ઝડપે પવન ફુકાયો રહયો હોવાનું જણાવ્‍યું હતુ.

તેઓએ ગિરનાર રોપ-વે બંધ રહેવાને કારણે પ્રવાસીઓને પડેલીમુશ્‍કેલીઅંગે ખેદ વ્‍યકત કર્યો હતો.

હાલ વેકેશન હોય પ્રવાસીઓનો ભવનાથમાં ભારે ઘસારો છે. અને બીજી તરફ પવનને કારણે રોપ-વે બંધ રહેવાની યાત્રિકોની રોપ-વેની મજાથી વંચિત રહેવુ પડયુ છે.

દરમિયાન જુનાગઢ  સહિત સોરઠમાં આજે પણ વાદળમય વાતાવરણ યથાવત રહયુ છે. સવારનું લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી રહયુ હતુ  અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહેલ.

જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૬ કિ.મી.ની રહી છે.

(1:59 pm IST)