Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મોરકંડા ગામે બેભાન થઇ જતા વૃઘ્‍ધનું મોત

જામનગરમાં આરોગ્‍ય કેન્‍દ્રની ઓફિસમાં ચોરી

જામનગર, તા.૨૪: જામનગર જિલ્લાના મોરકંડા ગામે રહેતા જયેશભાઈ મોહનભાઈ નકુમ, ઉ.વ.૩૮ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મોહનભાઈ શામજીભાઈ નકુમ, ઉ.વ.૬પ, રે. રાંદલનગર, જામનગરવાળા કોઈ કારણસર બેભાન થઈ જતા સારવારમાં મૃત્‍યુ પામેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ચીરાગભાઈ પ્રદીપભાઈ કોઠારી, ઉ.વ.૩ર, રે. પટેલ કોલોની શેરી નં.૯/૧ જય પાર્ક ટેનામેન્‍ટ વસંતામૃત, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  વામ્‍બે આવાસ આરોગ્‍ય કેન્‍દ્રની ઓફીસ, જામનગરમાં ફરીયાદી ચીરાગભાઈ નોકરી કરતા હોય જે ઓફીસમાં કોઈ અજાણ્‍યો ચોર ઈસમે ઓફીસના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ઓફીસમાં રહેલ એકર કંપનીનું મોનીટર  કિંમત રૂ.આ.૬૦૦૦/- તથા એકર કંપનીનું કી બોર્ડ કિંમત રૂ.આ.૭૦૦/- તેમજ માઉસ કિંમત રૂ.આ.ર૦૦/- એમ કુલ કિંમત રૂ.૬૯૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દુકાનોના તાળા ફંફોળતો શખ્‍સ ઝડપાયો

મેઘપર પાડણા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જગદીશભાઈ લખુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે,  પ્રવિણભાઈ પરસોતમભાઈ પરમાર, રે. આંબાવાડી વિસ્‍તાર મોટી ખાવડીગામવાળો મોડી રાત્રીના બંધ દુકાનોના તાળા ફંફોળતો ભટકતો શંકાસ્‍પદ હાલતમાં ગુનો કરવાના ઈરાદે ઝડપાઈ ગયેલ છે.

ધનવંતરી ગ્રાઉન્‍ડ સામે જુગાર રમતી ચાર મહિલા ઝડપાઈ

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ડાયાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ધનવંતરી ગ્રાઉન્‍ડ સામે સુઝુકી શોરૂમ વાળી ગલી, જામનગરમાં આરોપી ફરીદાબેન શબીરભાઈ સુલેમાનભાઈ ભાયા, હસુમતીબેન હસમુખભાઈ પરસોતમભાઈ ધ્રુવ, નિર્મલાબેન જમનાદાસ રામજીભાઈ કલોલ, મીનાબા ગંભીરસિંહ પોલુભા જાડેજા, રે. જામનગરવાળા તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૮,૭૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા ત્રણ શખ્‍સો ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર પહેલા ઢાળીયા પાસે લકકી હોટલની બાજુમાં, જામનગરમાં આરોપી અનવર મામદભાઈ ખેરાણી, અલ્‍તાફભાઈ સુલેમાનભાઈ શેખ, ભવાનભાઈ હીરાભાઈ સોનગરા, રે. જામનગરવાળા વર્લીમટકના આંકડા લખી લખાવી ૧૩૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ચલણી નોટો વડે જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં મેહુલભાઈ કાંતીલાલ વિસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, શીખંડ સમ્રાટની સામે, સેન્‍ટ્રલબેક રોડ, જામનગરમાં આરોપી અનીલ નાનજીભાઈ કણજારીયા, ભરતભાઈ જગજીવનભાઈ કુમકીયા, રે. જામનગરવાળા ચલણીનોટોના નંબર ઉપર એકી-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૩૬૯૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા છ શખ્‍સો ઝડપાયા

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, અન્‍નપુર્ણા માતાના મંદિર ચોકમાં પાણીની ડંકી પાસે, જામનગરમાં આરોપી અજય રમેશભાઈ પાટડીયા, હસન હાજીભાઈ આંબલીયા, મનસુખભાઈ વેલજીભાઈ વાઘોણા, રૂપાભાઈ બાબુભાઈ અંત્રેસા, નીમીષ નરપતભાઈ મોખરા, હિતેશ રમેશભાઈ રાઠોડ, રે. જામનગરવાળા ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧૦૭૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:41 pm IST)