Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પોરબંંદરમાં મિલકત વેરામાં ૧૦ ટકાના વધારાની ફેર વિચારણા કરવા માગણી

હાલ સરકારના નિયમ અનુસાર દર બે વર્ષે મિલકત આકારણી કરવાની હોય છે : સને ૧૯૭૦માં પોરબંદર સિવિલ કોર્ટમાં દાવો દાખલ થયેલ અને દાવામાં સમાધાન બાદ કોર્ટે હુકમનામુ કરી આપેલ તે હુકમનામા પ્રમાણે અમલ કરવાનો રહે છેઃ પાલીકાએ પોતાના સ્વતંત્ર બાયલોઝ બનાવેલ છે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૪: રાજયની આવક મર્યાદીત હતી. શહેરની સ્વચ્છતા સુઘડતા, આરોગ્ય માટે રાનજય શાસકકર્તા રાજવીઓને ભારે ફિકર હતી. તે સાથે શહેરના વિકાસની પણ તેટલી ચિંતા બહારથી આવનાર યાત્રીકો મહેમાનને શહેરની સ્વચ્છતા સુઘડતાથી પ્રભાવીત થયા વગર રહે નહી તે માટે ટાઉન પ્લાનીંગ સ્કીમ યાને લાઇન દોરી કરવા આયોજન તે સાથે મચ્છરનો ત્રાસ ઉપદ્રવ શાંત રહે શહેર આરોગ્યની દ્રષ્ટિએ સુઘડ તે માટે ભયંકર રોગચાળા સામે રક્ષણ મળે તે હેતુથી ભુગર્ભ ગટર બનાવવા આયોજન કરવામાં આવેલા જે તે સમયે પોરબંદરમાં ફાયલેસયામાં મચ્છરોનો ઉપદ્રવ સખત હતો રાત્રીના કે દિવસના આ ધ્યાન ન રાખો તો ડંશ મારી દયે તેમની લાળ પગમાં કે હાથમાં ઉતરી જાય છે તો ધીમે ધીમે પગ સુજતો જાય. સમય જતા હાથીના પગ જેવો થઇ જાય તેવી રીતે હાથમાં થાય. હાથી પગ થયેલ હોય અને ભોગ બનેલ વ્યકિતને અવગણા થતી હાથી પગ થયેલ તેને કેટલી વ્યકિત પગમાં હાથમાં રસ ઉતર્યો છે તેવું પણ કહેતી. આ રોગ  કોચીનમાંથી આવ્યો હોવાનું મનાય છે. જે વિસ્તારમાં આ રોગના દર્દી રહેતા હતા તે વિસ્તાર હાથી પગા શેરીથી પ્રખ્યાત થયો. વણીક પરીવારના કોઇ સભ્ય કોચી નથી.લાવેલા હાથી પગા શેરી પોરબંદર જુની નગર પાલીકા બિલ્ડીંગના દક્ષીણ દરવાજાથી અરબી સમુદ્ર સ્મશાન રોડ પર જતા રસ્તામાં આવે છે. લગભગ ૩૦૦ ત્રણસો મીટરના અંતરે માણેક ચોકથી ડાબી બાજુ અને અરબી સમુદ્ર જુની સ્મશાન ભુમી તરફથી આવતા જમણી બાજુના શેરી આવેલ છે. આ રોડ મોરીસન રોડ પ્રાચીન નામ નવ નિર્માણ કસ્તુરબા ગાંધી રોડ પર આવેલ છે. શેરીના ખુણા પર પ્રવેશતા પ્રથમ મકાન આવતુ તે હાથીપગા વાળાના નામથી જ ઓળખાતુ આ મકાન વહેચતા ખારવા માલણ (આઇ) નિવાસ રાખેલ તે મકાનમાં થતા સમય પહેલા પાડી નાખવામાં આવેલ છે. મુળ મકાન જમીન દોસ્ત થતા માત્ર નામ રહયું કઇ ચિન્હ નથી. એક વાર હાથી પગ થઇ ગયા પછી અટકાવી શકવો મુશ્કેલ જ હતો. સ્વચ્છતા જરૃરી હતી. રજથી દુર રહેવું જોઇએ બહાર જાવ તો બરોબર હાથીપગા હોય તે વ્યકિત બરોબર પાણી ધોવા જોઇએ. અમુક સમયે વેદાન  થાય. તાવ આવી જાય કયારેક પગના પંજા કે આંગળા સફેદ મસા જેવા ઉપસી આવે. જો સફાઇ ન થાય તો દુર્ગંધ માટે જીવાત પડી જાય.

હાથી પગને અંગ્રેજીમાં ફાયલેરીયા કહેવામાં આવે છે પોરબંદર નગર પાલીકાએ આ રોગચાળો કાબુ લેવામાં સતત જાગૃતી દાખવી રોગચાળાને કાબુમાં લેવામાં આવેલ સરકાર દ્વારા માહીતી વિભાગ દ્વારા શેરીએ ગલ્લીએ ફાયલેરીયા યાને હાથી પગાના રોગને નિયંત્રીત કરવા જનજાગૃતી માટે ચલચિત્રથી જાણકારી આપવામાં આવતી.

 નગર પાલીકા દ્વારા વિના મુલ્યે રાત્રીના ૯ થી ૧૧ પાલીકાની ઓફીસમાં બ્લડ લેવામાં આવતુ તેના નમુના ચેક થતા આ ઓફીસ માણેક ચોક મધ્યે નગર પાલીકાની જુની ઓફીસ નીચે સેનીટેશન વિભાગની ઓફીસમાં લેવામાં આવવુ ઘર આંગણે આવી પણ બ્લડ ટેસ્ટ (રકત-લોહી) પરીક્ષણ માટે લઇ જતા ટેસ્ટમાં જંતુ આવે નેગેટીવ રીપોર્ટ હોય તો તુરત જ મ્યુનિસીપાલીટી દવા વિગેરે વિના મુલ્યે પુરી પાડતી તેમજ ચોમાસા દરમ્યાન ફાયલેરીયા હાથી પગના મચ્છરોનો ઉપદ્રવ થવુ જોવા મળતા જંતુ નાશક દવાનો ઉપયોગ ફાયલેરીયા ઓઇલ ખુલ્લામાંગંદકી હોય ત્યાં છંટકાવ થતો. પાવડર ધરોધર અઠવાડીયામાં નગરપાલીકા દ્વારા નિયુકત કમૃચારી ખાળ-પન્નારમાં ઓઇલ રેડી જતા તે સાથોસાથ મેલેરીયા-મચ્છરો આ ઓઇલ અસર કરતુ.

ચોમાસાની ઋતુ પુર્ણ થતા હાઉસ ટુ હાઉસ ડીડીટી લીકવીડનો છંટકાવ કરવામાં આવતો તેની અસર લાંબો સમય રહેતી. રોગચાળો ઉત્પન્ન કરતા મચ્છરો માખીનો ઉપદ્રવ શાંત કરવામાં આવતો. આજ તેમાનું કશુ નથી. જયારે પોરબંદરના રાજવીએ પુર્વે જન આરોગ્ય ચિંતા રહેતા ભુગર્ભ ગટરનું આયોજન કરેલ. નાણાકીય મર્યાદીત આવકથી લોક સરકારથી મિલ્કતવેરો દાખલ કરેલ. તેમાં પણ ચોક્કસ કરતો સ્પષ્ટ હેતુ નકલી થયેલ. ભુગર્ભ ભંડોળ ખર્ચનું નગર પાલીકામાં ભરપાઇ થઇ જતા આપોઆપ આ વેરો રદ થયેલ ગણાશે. મિલકત વેરો હાઉસ ટેકસ મિલ્કતની ભાડા ઉપજ અથવા મિલ્કતના જે તે સમયના બજારની કિંમત જમીન હોય તે પર નકકી કરવી જયારે મિલ્કત જુની બજાર કિંમત હોય તે નજર સમક્ષ લેવાની રૃા. ૧૦૦ એકસો રૃપીયા સુધી માફી આપવી. હાલ તો વધુ છે જે આકારણી થયેલ હોય તેના ૧૦ ટકા રીબેટ માફી આપવી. મિલ્કતવેરાને કાયદાનું સ્વરૃપ અપાયેલ નહી. જે લોકસહકારથી થયેલ.

સને ૧૯પ૦-પ૧ આસપાસ પોરબંદર નગર પાલીકા યાને પોરબંદર મ્યુનીસીપાલીટી ત્યાર બાદ શહેર સુધરાઇ નગર પાલીકા હવે નગર સેવાએ વાદન પ્રથમ પ્રમુખ એડવોકેટ ધારાસભ્ય અને પુર્વ સિવિલ જજ (જુ.ડી.)ફર્સ્ટ કલાકસ મેજીસ્ટ્રેટ ધારાસભ્ય સ્વ. પોપટલાલ ડાયાભાઇ કક્કડ મ્યુનિસીપાલીટીથી પ્રથમ પ્રમુખપદે આવ્યા તેઓશ્રીના સમયગાળા દરમ્યાન બોમ્બે મ્યુનિસીપાલીટી એકટ લાગુ કરાયેલ. તે આધારે નગર પાલીકાઅ બાયલોઝ પોતાનો કાયદો બનાવ્યો. હાઉસ ટેકસ ઓકટ્રોય બાંધકામ વિગેરેના જે સરકારશ્રીમાં મંજુર કરાયેલ. તે આધારે પાલીકાનો વહીવટ કેમ ચલાવવો તે માટે જનરલ કમીટી મેનેજીંગ કમીટી વિગેરે માટે બાયલોઝ બનાવેલ તે આજની તારીખે અમલમાં છે. મોટે ભાગે ફેરફાર થયેલ કવચીત સુધારો થયેલ હશે.

નગર પાલીકા મિલ્કત વેરા હાસ ટેકસથી સંબંધે વાયલોઝ બનાવેલ તે જ પ્રમાણે વહીવટ મિલ્કત ધારકો કે તેના વહીવટ કર્તા કે નગર જનોને સાથે રાખી ચર્ચા વિચારણા કરી શકે પરંતુ મુળભુત બાયલોઝની કલમમાં ફેરફાર થઇ શકે નહી તે સાથે જેતે સમયે બોમ્બે મ્યુનિસીપલ એકટ તથા વર્તમાન ગુજરાત મ્યુનીસીપલ પાલીટી એકટની મિલ્કત સબંધી જે જોગવાઇ છે.

જે જોગવાઇ દર્શાવવામાં આવી છે. તે તમા  અમલીકરણ માટે વિચાર વિમર્શ કરાયેલ અમુક મર્યાદા લાગુ કરેલ છે તે જે અસરકર્તા છે જુની ગણી ગણત્રી મુજબ હાઉસ ટેકસ આકારણી હર ચાર વરસે કરવાની રહે તે પહેલા મિલકત સંબંધી માહીતી આપતુ હાઉસ ટેકસ આકારણી ફોર્મ મિલ્કત ધારકો કે વહીવટ કરતા મોકલવામાં આવે તે

નિયત નમુના ભરી પાલીકા મ્યુનિસીપાલીટી મોકલી આપવી. જવાબદાર શાખા અધિકારી નિયુકત કરેલ હોય તે ચકાસણી કરે મિલ્કતમાં ફેરફાર કે ભાડા આવકમાં ફેરફાર થયાનું જણાય તો ભાડુઆતને પુછવામાં આવે. ત્યાર બાદ આકારણી બિલ મોકલવામાં આવે તે સામે મિલ્કત ધારક વહીવટ કર્તાને અસંતોષ જણાય  કે તો પાલીકામાં વાંધાઓ રજુક રે તેમને હાઉસ ટેકસ કમીટી રૃબરૃ સાંભળવામાં આવે તેનો સાથે ચર્ચા રજુઆત કરે. જો સંતોષ થયેલ ન હોય નિયમ અનુસાર અપીલ થઇ શકે જનરલ બોડૃમાં તેમજ જયુ. મેજી. ફ.ક. કોર્ટના પણ થઇ શકે. મહત્વની હકિકત બાબતે એ છે કે અમુક સમય આશરે બીજા રાઉન્ડ સરકાર દ્વારા વેલયુ એટર નિષ્ણાંત કવોલીફાઇની નિમણુંક કરવામાં આપાતીકા આપેલ આકારણી ભરેલ ફોર્મ વિગત ચકાસણી કરે તેના અહેવાલ આધારે હાઉસ ટેકસ બીલ મોકલવામાં આવેલ હોય તેનાથી પણ સંતોષ ન થાય તો અપીલ કરી શકશે.

એક સમયે નગર પાલીકાએ વધુ પડતી આકારણી અને નિષ્ણાંત-સરકારી વેલ્યુએટર કરતા ઉગ્ર વિરોધ મીલ્કત ધારકોનો નો઼ધાતા ફેર આકારણી કરવી પડી. જે તે સમયે જનસંઘ સતામાં સામેલ ન હોછા છતા લોક અવાજની પડખે રહી પ્રતિનિધિત્વ કરી સબળ નેતૃત્વ પુરૃ પાડેલ. વિજય થયેલ જયારે હાલની પરિસ્થિતિ મુજબ જનસંઘનુ રૃપાંતરીત ભાજપ સતા સ્થાનમાં હોવા છતા તેના વહીવટમાં અસંતોષ ભારોભાર સમાયેલ છે. પારદર્શકતા રહી નથી. આર્થીક રીતે લોકમુખે ચર્ચીત બનેલ નગર પાલીકા વિકાસના નામનો અસંતોષનો ચરૃ ઉકળે છે સરકારમાં અનેક રજુઆત થાય છે. છતા આંખ આડા કાન કરવામાં આવે છે. સાચી દિશામાં સત્ય શોધવા સરકારમાં ફુરસદ નથી.

હાલ સરકારશ્રીના નિયમ અનુસાર દર બે વારસે આકારણ મિલ્કતની કરવાનો પરિપત્ર બહાર પડેલ છે. અને તેનો અમલ કરવાનો થાય છે. તે મુજબ પોરબંદર નગરપાલીકાને પરોક્ષ અગર અપરોક્ષ બિન અસરકર્તા રહે છે. સને ૧૯૭૦ માં પોરબંદરની સીવીલ કોર્ટમાં દાવો દાખલ થયેલ અને દાવામાં સમાધાન થતાં સમાધાન (કરારદાદા) આધારીત કોર્ટ હુકમનામું કરી આપેલ છે. તે મુજબ હુકમનામાના પ્રમાણે જ અમલ કરવાનો રહે છે. પુરેપુરૃં અમલમાં આ હુકમનામું છે. પાલીકાને પોતાના સ્વતંત્ર બાયલોઝ બનાવેલ છે તે અમલમાં છે. જે સરકારશ્રીમાં મંજૂર થયેલ છે. તે પ્રમાણે અમલ કરવામાં રહે છે. તેમજ ગુજરાત નગરપાલીકા પૂર્વે બોમ્બે મ્યુનિસીપલ એકટ નીચે હાઉસ ટેકસ અમુક અંશે સ્વીકારેલ છે.  જે મુજબ વર્તવાનું અમલ કરવાનો રહે છે. તે મુજબ અમલ કરતાં રહે છે. જયારે સરકારશ્રીના પરિપત્રની અસર રહે નહીં તેમ લોકમાનસ મિલ્કત ધારક વહીવટ કર્તાઓનું છે.

હાલ આ પરિપત્ર મુજબ મિલ્કતના ક્ષેત્રફળ મુજબ ભાવ પ્રમાણે આકારણી કરવાનું દર્શાવેલ છે. ઘડીભર માજા લઇએ પરિપત્ર મુજબ હાઉસ ટેકસની આકારણી કરવામાં આવેલ હોય તો પુખ્ત વિચારણા માંગે છે. આ પ્રકારનો પરિપત્ર નગરપાલીકાઓને લાગુ કરવામાં આવેલ હોય તો તે ન્યાયના કુદરતી સિધ્ધાંત અને બંધારણ વિરૃધ્ધ છે. ગુજરાત-મ્યુનિસીપલ એકટની કેટલીક જોગવાઇ અમલીકરણ માટે....!! દર બે વરસે આકારણી કરી ૧૦ ટકા વધારો કરવો તે કેટલે અંશે ન્યાયના કુદરતી સિધ્ધાંત-બંધારણના આધારીત છે.

જુના નિયમ પ્રમાણે મિલ્કત વેરામાં મુળ આકારણી બિલની રકમમાંથી ૧૦ ટકા મિલ્કત ધસારા ખાતે બાદ કરવામાં આવતાં તે પ્રમાણે મિલ્કત ધારક કે તેના વહીવટકર્તા બિલ મોકલવામાં આવતું અને તે મુજબ વસુલાત કરવામાં આવતી તેના બદલે ૧૦ ટકા ઘસારા રીફંડનુ મુળ બિલની રકમ આપવામાં આવતું નથી. ને બિલમાં વાર્ષિક અન્ય બિલો - સફાઇ-વેરા-લાઇટ વેરો પાણી વેરો વિગેરે સામેલ કરેલ છે. અમુક સમય મર્યાદામાં બીલની રકમ ભરપાય કરાય નહીં તો વ્યાજબી રકમ નિયત નકકી કરેલ ટકા પ્રમાણે  વસુલ કરાઇ છે. અને આડકતરી ધમકી પણ ભેગી હોય છે.

બીજી તરફ મિલ્કત-ધારકો કે વહીવટ કર્તાઓ એડવાન્સ રકમ નિયત સમય મર્યાદામાં આગોતરી - એડવાન્સ ભરપાઇ કરી આપે તો ૧૦ ટકા રાહત આપવામાં આવશે. તે પણ દ્વિધા ઉભી કરે છે. સ્પષ્ટતા  નથી. લાઇટ બીલ, સફાઇ બીલ, પાણી વેરા માટે ?! જયારે જુની પ્રથા મિલ્કત ઘસારા ૧૦ ટકા અદ્રશ્ય બની ગઇ બાયલોર્ઝ પ્રમાણે જુના નિયમ અનુસાર ૧૦ ટકા મિલ્કત ઘસારો વધતા એડવાન્સ આગોતરૃં મિલ્કત વેરા મીલ આકારણીમાં ૧૦ ટકા રાહત અપાઇ તો કુલ ર૦ ટકા લાભ મળે. ત્યારે લાઇટ બીલ, સફાઇ બીલ પાણી વેરો એડવાન્સ વસુલાય છે.

(1:25 pm IST)