Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

છાડવાવદર મંડળીના પ્રમુખના ઘરેથી મોટરસાયકલની ચોરીઃ બે આરોપી ઝડપાયા

(કિશોર રાઠોડ દ્વારા), ધોરાજી,તા.૨૪:  છાડવાવદર સેવા સહકારી મંડળીના પ્રમુખના નિવાસસ્‍થાન ખાતેથી મોટરસાયકલની ચોરી થતાં પોલીસે ગણતરીની કલાકોમાં  બે આરોપીને ઝડપી લીધા હતા. રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક  સંદિપસીંગ  તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ નાઓએ રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારમા અનડીટેઇક ચોરીના

ગુના શોધી કાઢવા સુચના આપેલ હોઇ જે અન્‍વયે જેતપુર ડીવીઝનના ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલના માર્ગદર્શન હેઠળ તથા ધોરાજી પોસ્‍ટેના પો.ઇન્‍સ એ.બી.ગોહિલ ની રાહદારી હેઠળ ધોરાજી પોસ્‍ટેના સર્વેલન્‍સ સ્‍ટાફના કર્મચારીઓ ધોરાજી પો.સ્‍ટે. વિસ્‍તારમા થી છાડવાવદર સેવા સહકારી મંડળીના પ્રમુખ હરેશભાઈ હેરભાના નિવાસસ્‍થાન ધોરાજીના જમનાવડ રોડ આકાશ હોલ પાસેથી કોઈ અજાણ્‍યા શખ્‍સો મોટરસાયકલ ચોરી જતા જે અંગે ધોરાજી પોલીસમાં જાણ કરતા ધોરાજીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરૂદ્ધસિંહ ગોહિલ તેમજ સ્‍ટાફ ચોરાયેલ મો.સા.સાથે એક ઇસમ ધોરાજી પોસ્‍ટેમા કાર્યરત HAWK EYE સીસી ટીવી મા ચોરીના મો.સા.સાથે નીકળતો હોઇ જેની બાતમીદારોથી તેમજ સર્વેલન્‍સ સ્‍ટાફના કર્મચારીઓ આરોપીને શોધતા હતા.

દરમ્‍યાન આઇ.પી.સી કલમ ૩૭૯ના કામે ચોરાયેલ મો.સા સાથે બે ઇસમ જુનાગઢથી ધોરાજી આવતા હોવાની હકીકત મળતા સદરહુ મો.સાની વોચમાં જુનાગઢ રોડ રેલ્‍વે ફાટક પાસે હતા તે દરમ્‍યાન ઉપરોકત વર્ણનવાળુ મો.સા. સાથે બે શખ્‍સો નીકળતા તેના ચેચીસ નંબર પોકેટ કોપમા નાખી સર્ચ કરતા સદરહુ મો.સા.ઉપરોકત ચોરીના કામે ગયેલ  મો.સા. હોઇ જેથી બંને આરોપીઓ.(૧) અબ્‍બાસભાઇ હનીફભાઇ જેઠવા  ધાર્ચી ઉવ.૨૩ ધંધો.મજુરી રહે. ધોરાજી ફુલવાડી ગુલશન એપાર્મેન્‍ટની સામે, (ર) ફારૂકભાઇ જીકરભાઇ સોલંકી  ધાંચી ઉવ.૪૦ ધંધો.મજુરી રહે. ધોરાજી ખીજડા શેરી મુલ્લા શેરી વાળા પાસેથી હીરો સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ રજીનં GJ-03-JN-9895 મોટર સાયકલ કબ્‍જે કર્યું હતું ઉપરોક્‍ત રેડમાં એ.બી.ગોહિલ પોલીસ ઇન્‍સ. ધોરાજી પો.સ્‍ટે વી.આર.વાણવી એ.એસ.આઇ અરવીંદસિંહ જાડેજા પો.હેડ કોન્‍સ રવિરાજસિંહ વાળા પો.કોન્‍સ રવિરાજસિંહ જાડેજા પો.કોન્‍સ પો.કોન્‍સ બાપાલાલ ચુડાસમા પો.કોન્‍સ જયસુખભાઇ ગરાંભડીયા પો.કોન્‍સ ઇશીતભાઇ માણાવદરીયા પો.કોન્‍સ અરવિંદભાઇ દાફડા પો.કોન્‍સ. સુરપાલસિંહ જાડેજા પો.કોન્‍સ. વિગેરે સ્‍ટાફ રોકાયો હતો.

(4:32 pm IST)