Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગોંડલના બીલીયાળાની સીમમાં ૩ લાખનાં દારૂના જથ્‍થા સાથે ત્રણ શખ્‍સો પકડાયા

વાડી માલીક ભરત જાદવ, નિલેશ રાદડીયા તથા કૌશિક અગ્રાવતની ધરપકડઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

તસ્‍વીરમાં દારૂનો જથ્‍થો અને પકડાયેલ ત્રણેય શખ્‍સો નજરે પડે છે. (૯-)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.ર૪ :  રુરલ ક્રાઇમ બ્રાન્‍ચે બીલીયાળા ગામ ની સીમ મા આવેલી વાડી મા દરોડો પાડી રુ.૨,૯૯,૪૦૦ ની કિંમત ની વિદેશી દારુ ની ૭૧૦ બોટલ ઉપરાંત મોબાઇલ સહિત રુ.૩,૧૯,૪૦૦ ના મુદ્દામાલ સાથે બીલીયાળા નો એક તથા ગોંડલ ના બે મળી ત્રણ શખ્‍સો ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રૂરલ ક્રાઈમ બ્રાંચ ના પી.આઈ  વી.વી.ઓડેદરા, પીએસઆઇ એસ. જે. રાણા ના માર્ગદર્શન હેઠળ સ્‍ટાફ પેટ્રોલીંગમા હતો ત્‍યારે પો. હેડ. કોન્‍સ.મહીપાલસિહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી,રુપકભાઇ બહોરા, તથા પો.કોન્‍સ.પ્રહલાદસિહ રાઠોડને મળેલ બાતમીના આધારે બીલીયાળા ગામની સીમમા આવેલ નીલેશ ઉર્ફ કાળીયો ભગવાનજી રાદડીયાની વાડી મા દરોડો પાડી બેલા ની બનાવેલી કાચી ઓરડી મા થી રુ.૨,૯૯,૪૦૦ની કિંમત નો અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારુ નો જથ્‍થો તથા ચાર મોબાઇલ મળી રુ ૩,૧૯,૪૦૦નો મુદ્દામાલ માલ જડપી લઇ વાડી માલીક નીલેશ ઉર્ફ કાળીયો તથા ગોંડલ ના મહાકાળી નગરમા રહેતા ભરતભાઈ ભીખુભાઇ જાદવ તથા કૌશીક ઉર્ફ કવો યોગેશભાઈ અગ્રાવતને જડપી લઇ કાયઁવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રો ના જણાવ્‍યા અનુસાર ભરતભાઇ જાદવે વિદેશી દારુનો જથ્‍થો મંગાવી બીલીયાળાની સીમમા નીલેશ ઉર્ફ કાળીયો રાદડીયાની વાડીમા રાખ્‍યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમુભાઇ વિરડા, નરેન્‍દ્રભાઇ દવે, અનિરૂધ્‍ધસિંહ જાડેજા તથા સાહિલભાઇ પોપટ સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(11:45 am IST)