Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ધર્મ સંસ્‍કૃતિ સાથે હોવાથી ભારત કયારેય કમજોર નહીં બનેઃ પૂ. રમેશભાઇ ઓઝા

રીબડામાં મહિપતસિંહ જાડેજા પરિવાર આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહમાં શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪: રીબડા ખાતે શ્રી મહીરાજ બજરંગ બલી ટ્રસ્‍ટ શ્રી મહિપતસિંહ ભાવુ઼ભા બાપુ જાડેજા પરિવાર દ્વારા પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ના વ્‍યાસાસને તા. ર૦ થી શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે.
જેમાં ગઇકાલે કૃષ્‍ણ જન્‍મની સાંજના પ વાગ્‍યા સુધી નંદ કેર આનંદ ભૈયો ના નાદ સાથે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી પુ. ભાઇશ્રીએ કથાનું રસપાન કરાવતા જણાવ્‍યું હતું કે વિવેકના પ્રકાશમાં સૌ વિચરતા રહેજો અને ધર્મયુધ્‍ધ પછી પણ વિજેતા કોઇ નથી તેની સહજતા સમજાવેલ તેમજ તેજસ્‍વી અને ઓજસ્‍વી બનવા માટેના ભાગવત ઉપાયો બતાવે છે.
પુ. ભાઇશ્રીએ વધુમાં જણાવેલ કે ભગવાન કૃષ્‍ણના ત્રણ સખા હતા જેમાં પ્રથમ ઉદવ જે જ્ઞાનપ્રદાન સખા છે બીજા સુદામાન છે જે ભકિત પ્રદાન સખા છે અને ત્રીજા કર્મ પ્રધાન સખા અર્જુન હતા આ ત્રણેય મિત્રો જ્ઞાન માર્ગ ભકિત માર્ગ અને કર્મ માર્ગનો અનેરો સંદેશો આપે છે.
મહાભારતના યુધ્‍ધમાં અર્જુનને કર્મનો સિધ્‍ધાંત સમજાવી કુટુંબ સામે શષાો હેઠા મુકનાર અર્જુનને ભગવાનશ્રી કૃષ્‍ણ એ અખિલ બ્રહ્માંડના દર્શન કરાવી યુધ્‍ધ એજ કલ્‍યાણનો સંદેશો આપી પોતે સારથી માર્ગદર્શક બન્‍યા હતા.
આ યુધ્‍ધમાં દ્રૌપદીના પાંચ પુત્રોનો સંહાર કરનાર ગુરૂ પુત્ર અશ્‍વસ્‍થામાંને જીવતો હાજર કરવાની દ્રૌપદીની જીદ પછી બ્રહ્મશષા છોડી હાહાકાર મચાવનાર ગુરૂપુત્ર સામે શ્રી કૃષ્‍ણ માર્ગદર્શક બન્‍યા અને અર્જુને બ્રહ્માષા છોડી પાછું વાળી લેતા સંહાર અટકયો હતો.
પુ. ભાઇશ્રી એ વધુમાં જણાવેલ કે રશિયા યુક્રેન યુધ્‍ધમાં પરમાણુનો ઉપયોગ હજુ થયો નથી પણ બીજા વિશ્‍વ યુધ્‍ધમાં જાપાન પર બે નાનકડા પરમાણુ બોંબ ફેંકી અમેરિકાએ વિનાશ સર્જયોહતો આપણા દેશ પાસે પણ પરમાણુ બોંબ છે પણ ભારત દેશ વિવેક ચુકયો નથી પુ. ભાઇએ વધુમાં જણાવેલ સ્‍વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે ભારત કયારેય કમજોર નહીં બને કારણ કે ધર્મ સંસ્‍કૃતિ તેની સાથે છે. આ દેશનો યુવાન વીર બને શુરવીર બને તેવી આ વિરભુમિ છે તેમ જણાવી દ્રોપદી પાસે જયારે અશ્‍વથામાને જીવતો લાવવામાં આવ્‍યો ત્‍યારે ગુરૂપુત્ર જાણી તેને છોડી મુકવાનો વિવેક છોડયો નહીં.
પૂ. રમેશભાઇ ઓઝાએ વધુમાં કહ્યું કે, માં જેમ બાપનો પરીચય કરાવે છે એમ કથા રૂપી ભાગવત કથામાં છે. ભગવાનનો પરીચય કરાવશે જીવનમાં મુંજવણ આવે તો ૧. ઠેકાણું રાખજો તમને મુંજવણમાંથી બાર કાઢે.
સદ્દગુરૂનાં ચરણે જાવું એટલે રસ્‍તો બતાવશે ભગવાન શાંન્‍ત છે ભગવાનનાં ભકતો પ્રશાંત છે ભકત ભગવાન પાસે નો જાય તો ભગવાન સામેથી આવે કૃષ્‍ણ સુદામા શબરીની ઝુંપડીયે રામ આવ્‍યા ભગવાનની ભુખ હોય અને ભકિત કેવાય ભગવાન તો શ્રધ્‍ધામાં છે શ્રધ્‍ધા હશે તો જ દર્શન છે. ભાગવત કથા પણ વ્‍યસન છે બીજા વ્‍યસન કરવા કરતા કથાનું વ્‍યસન હોવું જોઇએ. ક્ષત્રિય ધર્મ માટે ખપી જાય એનાજ પાળીયા પુજાય પાળીયાની ખાંભીની ઉંચાઇ અને સાધુની સમાધીની ઉંડાઇ કોઇ માપી શકયું નથી. ક્ષત્રિય  બ્રાહ્મણ અને ધર્મ શહિદ થાય એને સ્‍વર્ગ મળે છે.
પૂ. રમેશભાઇ ઓઝાએ વધુમાં કહ્યું કે હિન્‍દુ સમાજ આપસની કમજોરી દુર કરે આપણે કમજોર બનીએ ત્‍યારે કોઇ ગુલામ બનાવે માટે હિન્‍દુ બધા એક બને. જાગૃત અને સંગઠીત હિન્‍દુ બને તોજ કથા પણ મનનો જમણવાર છે. જમજો ભાવથી કથા જાગરણ માટે છે.
ગઇકાલે કૃષ્‍ણ જન્‍મોત્‍સવમાં શ્રી મહિપતસિંહ જાડેજા પરિવારના રાજેન્‍દ્રસિંહ જાડેજા તથા અનિરૂધ્‍ધસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા પરિવાર દ્વારા ભાવભેર ઉજવણી કરી હતી અને સમગ્ર વાતાવરણ જાણે કૃષ્‍ણમય બની ગયું હતું અને પુ. ભાઇશ્રી એ નંદઘેર આનંદ ભૈયોનું ગાન કરતા શ્રોતાઓ પણ તરબોળ બની ઝુમી ઉઠયા હતા.ઉપરોકત તસ્‍વીરમાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી કરતા પુ. ભાઇશ્રી તથા જાડેજા પરિવાર નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

 

(11:41 am IST)