Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જૂનાગઢમાં રાજકોટની મહિલા રિક્ષામાં થેલો ભૂલી : રીક્ષા ચાલકની પ્રામાણિકતાના દર્શન :પોલીસે મૂળ માલિકને થેલો પરત અપાવ્યો

જૂનાગઢ : ગત તા,23મીએ  પ્રવિણાબેન અનિલભાઈ બહુકીયા કોળી રાજકોટથી આવી, જૂનાગઢના ગાંધી ચોકથી ડુંગરપુર જતા હોય, પોતાનો સામાન રિક્ષામાં રાખેલ હતો, જે લેવાનો રહી ગયેલ અને રીક્ષા ચાલક રિક્ષા લઈને જતો રહેલ હતો. સામાનમા તેઓનો એક થેલો જેમાં રોકડ રૂપીયા, સોનાના દાગીના તથા કપડા અને અન્ય વસ્તુઓ હતી. જેની અંદાજીત કીમત રૂ. ૨૩,૦ 00હતી. જે ભવિષ્યમાં મળવી મુશ્કેલ હોય,  તેના પરીવારના સભ્યો ખૂબ જ વ્યથિત થઈ ગયેલા હતા. આ બાબતની જાણ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. આર.બી.સોલંકીને કરતા, તેઓ દ્રારા જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ રૂમના પો.સ.ઇ. પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ & કંટ્રોલ રૂમ ના સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

  જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે...

 જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. આર.બી.સોલંકી, પો.સ.ઇ. એ.કે.પરમાર તેમજ જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. એ.બી.નંદાણીયા, પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કો. વીમલભાઇ ભાયાણી, ચેતનભાઇ સોલંકી, રવીરાજસીંહ વાઘેલા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા, રીક્ષા બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા, પ્રવિણાબેન અનિલભાઈ બહુકીયા કોળી જે રીક્ષામાં આવેલ હતા, તે રીક્ષાનો નંબર GJ08Y2338 મળી આવેલ, જેના આધારે રીક્ષાના ડ્રાઈવર સુલેમાન હાસમ છીતરીયા હોવાનુ માલુમ પડેલ હતો. આ બાજુ રીક્ષા ડ્રાઇવર સુલેમાન હાસમભાઈ છીતરીયાને પોતાની રીક્ષામાં કોઇકનો થેલો હોવાનુ માલુમ પડ્યુ. જે પણ ફરીથી ગાંધી ચોક થઈને ડુંગરપુર બાજુ થેલો લઈને પરત આપવા માટે આવ્યો અને પોલીસ તેમજ પ્રવિણાબેન અનિલભાઈ ને મળી, તેઓએ પોલીસની હાજરીમાં થેલો મૂળ માલિકને પરત કર્યો હતો. હાલમાં રમઝાન માસ ચાલતો હોય, મુસ્લિમ રીક્ષા ચાલકે તાજેતરમાં લોકડાઉનની પરીસ્થીતીમાં બેકાર હોવા છતા, પોતાની પ્રમાણીકતાના દર્શન કરાવી, તેઓએ પોલીસ દ્વારા પ્રવિણાબેન અનિલભાઈનો સંપર્ક કરી, થેલો સહી સલામત પહોચાંડી દીધેલ છે..

 જૂનાગઢ પોલીસ દ્વારા પણ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ  ટેકનિકલ સેલના પીએસઆઇ પ્રતીક મશરું, બી ડિવિઝન પીએસઆઇ એ.કે.પરમાર,  ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, ડુંગરપુર ના અનિલભાઈ કોળી, રીક્ષા એસોસિયેશનના આરિફભાઈ સુમરા સહિતની હાજરીમાં રીક્ષા ચાલક સુલેમાન હાસમભાઈ છીતરીયાની પ્રમાણિકતાની પણ કદર કરી, કપરા સમયમાં પ્રમાણિકતા દાખવવા બદલ અભિવાદન કરી, બિરદાવવામાં આવેલ હતું અને ભવિષ્યમાં પણ અન્ય રીક્ષા ચાલકો દ્વારા આવી પ્રમાણિકતા દાખવવામાં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી. આવતી કાલે રમઝાન ઈદ હોઈ, પોલીસ દ્વારા તેઓને અનાજ કરિયાણા ની કીટ આપી, બહુમાન કરવામાં આવેલ હતું.

 જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  સૌરભ સિંઘ દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા કમાન્ડ & કંટ્રોલ પોલીસ અને બી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પ્રવિણાબેનનો ગુમ થયેલ સામાન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી તેમજ પ્રમાણિકતા દાખવવા બદલ રીક્ષા ચાલકની કદર કરી, ઈદ કરાવી,  પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

(10:20 pm IST)